Junior Mehmood Health : પીઢ અભિનેતા જુનિયર મહમૂદ (Junior Mehmood) કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર વાયરલ જોની લીવર સાથેના તેના એક વીડિયો દ્વારા થયો છે. જોની લીવર જૂનિયર મહમૂદને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓએ તેમની સાથે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો પછી જુનિયર મહમૂદ અંગે વધુ એક આઘાતજનક વાત સામે આવીછે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, મહેમૂદના નજીકના મિત્ર સલામ કાઝીએ તેમની બીમારી વિશે માહિતી આપતા કહ્યું કે, “કેન્સરનું નિદાન એક મહિના પહેલા થઇ ગયું હતું અને તે ચોથા સ્ટેજ પર છે. તેમજ કેન્સરની અસર તેના ફેફસાં અને અન્ય અંગો પર પડી છે. આવી સ્થિતિમાં તબીબોએ કહ્યું કે, તેની પાસે જીવવા માટે માત્ર 40 દિવસ છે, પરંતુ અમે બધા તેમના લાંબા આયુષ્ય માટે કામના કરી રહ્યા છે.
વધુમાં સલામ કાઝીએ ANIએ જણાવ્યું હતું કે, જુનિયર મેહમૂદ 2 મહિનાથી બીમાર હતો, ત્યારે બધાને લાગ્યું કે તેને કોઈ સમસ્યા છે, પરંતુ અચાનક તેનું વજન ઘટવા લાગ્યું. આ પછી તેનું ચોથા સ્ટેજનું કેન્સર અંગે માલુમ પડ્યું હતું.
આ સાથે સલામ કાઝીએ કહ્યું કે, “જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે લિવર અને ફેફસામાં કેન્સર અને આંતરડામાં ટ્યૂમરની સાથે કમરો હોવાનું સામે આવ્યું છે. તેથી તેની સારવાર ચાલી રહી છે, પરંતુ ડૉક્ટરોએ કહ્યું કે ચોથા સ્ટેજ પર કેન્સર છે.
આ ઉપરાંત સલામ કાઝીએ જણાવ્યું હતું કે, જોની લીવર તેને મળવા આવ્યા ત્યારે તેઓએ આર્થિક મદદ પણ કરી હતી. તેમના મતે, જોની લીવર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પ્રથમ વ્યક્તિ છે જે મેહમૂદની મદદ માટે આગળ આવ્યા છે.
મહત્વનું છે કે, જુનિયર મહમૂદે પોતાની કારકિર્દીમાં 256થી વધુ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગનો જલવો બતાવ્યો છે. તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાં ‘બ્રહ્મચારી’ (1968), ‘મેરા નામ જોકર’ (1970), ‘પરવરિશ’ (1977), અને ‘દો ઔર દો પાંચ’ (1980)નો સમાવેશ થાય છે. તેણે ઘણી મરાઠી ફિલ્મો પણ બનાવી છે. તેમની મોટાભાગની ફિલ્મો સિલ્વર જ્યુબિલી હતી.
60 અને 70ના દાયકાના પ્રખ્યાત ફિલ્મ કલાકાર જુનિયર મેહમૂદે રાજ કપૂર સિવાય લગભગ તમામ સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી. તે સમયે જુનિયર મહમૂદનું સ્ટારડમ એટલું વધારે હતું કે તે સમયની સૌથી મોંઘી કાર અંપાલામાં સેટ પર આવતો હતો. આ કાર તે સમયે મુંબઈમાં બહુ થોડા જ લોકો પાસે હતી.
જુનિયર મહેમૂદની ફી વિશે વાત કરીએ તો તેઓ તે સમયમાં પ્રતિદિન લગભગ 3000 રૂપિયા ચાર્જ કરતા હતા. તે દિવસોમાં તેના પિતાનો માસિક પગાર 320 રૂપિયા હતો.
જુનિયર મહેમૂદનું સાચું નામ મોહમ્મદ નઈમ સૈયદ હતું. જુનિયર મોહમ્મદ નામ તેમને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મહમૂદે આપ્યું હતું. જુનિયર મેહમૂદ ફિલ્મ અભિનેતા મહમૂદની ખૂબ નિકટ હતા. તે તેને ભાઈજાન કહેતો હતો. જુનિયર મહમૂદ હંમેશા મહમૂદને પોતાનો આદર્શ માનીને ફિલ્મોમાં કામ કરતા હત.





