શેફાલી જરીવાલાના પતિ કોણ છે? જાણો અંગત જીવન વિશે

Shefali Jariwala | અભિનેત્રી શેફાલી જરીવાલા (Shefali Jariwala) એ 2004 માં મીટ બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, 2009 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ અભિનેત્રી પરાગ ત્યાગીને મળી હતી.

Shefali Jariwala | અભિનેત્રી શેફાલી જરીવાલા (Shefali Jariwala) એ 2004 માં મીટ બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, 2009 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ અભિનેત્રી પરાગ ત્યાગીને મળી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Shefali Jariwala with husband | શેફાલી જરીવાલા પતિ

શેફાલી જરીવાલાના પતિ કોણ છે? જાણો અંગત જીવન વિશે

Shefali Jariwala | બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala) ના અચાનક નિધનથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. 'કાંટા લગા ગર્લ'(Kaanta Laga Girl) એ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. દરેક વ્યક્તિ અભિનેત્રીના અંગત જીવન વિશે જાણવા માંગે છે. ગઈકાલે રાત્રે કેટલાક વીડિયો આવ્યા હતા, જેમાં તેમના પતિ અસ્વસ્થ અને ભાવુક જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેત્રીના પતિનું નામ પરાગ ત્યાગી (Parag Tyagi) છે, જે એક અભિનેતા છે. અહીં જાણો વધુમાં

Advertisment

શેફાલી જરીવાલા અંગત જીવન (Shefali Jariwala personal life)

અભિનેત્રી શેફાલી જરીવાલાએ 2004 માં મીટ બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, 2009 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ અભિનેત્રી પરાગ ત્યાગીને મળી, જે એક અભિનેતા છે. બંનેએ 2015 માં લગ્ન કર્યા. લગ્ન પહેલા, અભિનેત્રી રિયાલિટી શો નચ બલિયેની સીઝન 5 અને 7 માં પરાગ ત્યાગી સાથે જોવા મળી હતી, જ્યાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગી (Shefali Jariwala husband Parag Tyagi)

અભિનેત્રી શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીનો જન્મ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. પરાગ ત્યાગી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત લોકપ્રિય ટીવી શો 'પવિત્ર રિશ્તા'માં વિનોદ કરંજકરની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. આ ઉપરાંત, તેઓ 2016 ની ટીવી સીરિયલ 'બ્રહ્મરાક્ષસ'માં તેમના શાનદાર અભિનય માટે પણ જાણીતા છે.

Advertisment
https://www.instagram.com/p/DLaqjIAzJmO

શેફાલી જરીવાલા નિધન (Shefali Jariwala Death)

શેફાલી જરીવાલાના નિધનથી મનોરંજન ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે, અભિનેત્રી શેફાલી જરીવાલાએ 42 વર્ષની વયે અવસાન પામી છે. પોસ્ટમોર્ટમ પછી જ શેફાલીના મૃત્યુનું કારણ બહાર આવશે. હાલમાં, કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું માનવામાં આવે છે. મૃત્યુના સમાચાર આવતાની સાથે જ મનોરંજન ઉદ્યોગના સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ