/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/kader-khan-photo.jpg)
Kader khan : એક સમયે મસ્જિદ બહાર ભીખ માંગી પેટ ભરતા હતા
Kader Khan Death Aniversary : બોલિવૂડના જાણીતા કોમેડી એક્ટર કાદર ખાન (Kader Khan) ની આજે પૂણ્યતિથિ છે. કાદર ખાનનો જન્મ જન્મ (Kader Khan Birthday) અફઘાનિસ્તાનના કાબુલમાં 22 ઓક્ટોબર,1937માં થયો હતો. તેમનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું હતું. એક સ મય એવો પણ હતો જયારે કાદર ખાન (Kader Khan) મસ્જિદની સામે ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હતા. ત્યારબાદ ભારતીય સિનેમામાં સપોર્ટિંગ એક્ટર અને કોમેડી સ્ટાર (Comedy Star) તરીકે પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ કામગીરી કરી તેમણે સૌના દિલમાં સ્થાન મેળવ્યું હતું. કાદર ખાનનું નિધન 31 ડિસેમ્બર, 2018ના રોજ કેનેડાના ટોરેન્ટોમાં થયું હતું.
કાદર ખાન જ્યારે એક વર્ષના હતા ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. આ પછી, તેના પિતાનો પડછાયો તેના માથેથી હટી ગયો હતો અને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, તેને અને તેની માતાને અઠવાડિયામાં ત્રણ દિવસ ખાલી પેટે સૂવું પડતું હતું.
બોલિવૂડમાં 45 વર્ષ સુધી લોકોને હાસ્ય સંવાદોથી હસાવનાર અભિનેતા કાદર ખાન છેલ્લા દિવસોમાં અંદરથી એટલા બધા તૂટી ગયા હતા કે તેણે ભારત છોડી દીધું હતું અને કેનેડામાં સ્થાયી થયા હતા. કાદર ખાનને ત્રણ પુત્રો છે. સૌથી નાના પુત્ર કદ્દુસે કાદર ખાનની સંભાળ લીધી. તેઓ આ પુત્ર સાથે કેનેડામાં રહેતા હતા. કાદર ખાને પોતાના દિલના તમામ દુ:ખ ફૌઝિયા સાથે શેર કર્યા હતા.
થોડા સમય પહેલા કાદર ખાને દિગ્દર્શક ફૌઝિયા અર્શીની ફિલ્મ ‘હો ગયા દિમાગ કા દહી’માં કામ કર્યું હતું. ફૌઝિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે કાદર ખાન ખૂબ બીમાર રહે છે, પરંતુ તેમનો પરિવાર તેમની કાળજી લેતો નથી. કાદર ખાનના મૃત્યુના થોડા સમય પહેલા તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાયા હતા. ત્યારે ફૌઝિયાએ પોતે આગળ આવીને કહેવું પડ્યું હતું કે તે જીવંત છે અને સ્વસ્થ છે.
કાદર ખાનનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું હતું. તેમની પાસે પહેરવા માટે ચપ્પલ પણ નહોતા. ભાગલા બાદ તેમનો પરિવાર ભારતમાં સ્થાયી થયો. કાદર ખાનને બે ભાઈઓ હતા જે બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. કાદર ખાનના જન્મ સમયે તેમની માતા મુંબઈ આવી ગઈ હતી. કાદર ખાન એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે સિદ્દીકી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર બન્યા હતા.
કાદર ખાનને અભિનય કરવાનું પસંદ હતું. કોલેજના સમયમાં તે અભિનયમાં ભાગ લેતા હતા. એકવાર દિલીપ કુમારે તેની એક્ટિંગ જોઈ અને તેને તે ખૂબ ગમી. આ પછી દિલીપ કુમારે કાદર ખાનને તેની ફિલ્મોમાં કામ કરવા કહ્યું. કાદર ખાનની પહેલી ફિલ્મ ‘દાગ’ હતી. કાદર ખાન આ ફિલ્મમાં વકીલ તરીકે જોવા મળ્યા હતા.
કાદર ખાને તે જમાનાની હિટ ફિલ્મ ‘રોટી’ના સંવાદો લખ્યા હતા. મનમોહન દેસાઈએ તેમને આ ફિલ્મ માટે એક લાખ 20 હજાર રૂપિયાની ફી આપી હતી. તે સમયે આ ફી મોટી હતી. ફિલ્મો ઉપરાંત કાદર ખાને ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમનો શો ‘હંસના મત’ ખૂબ જ લોકપ્રિય થયો હતો. કાદર ખાન 9 વખત બેસ્ટ કોમેડિયન માટે નોમિનેટ થયા હતા.
કાદર ખાને 1973માં યશ ચોપરાની ફિલ્મ 'દાગ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનયની સાથે તેણે 1970 અને 80ના દાયકામાં ઘણી ફિલ્મો માટે વાર્તાઓ પણ લખી હતી. અભિનેતા છેલ્લે 2015માં આવેલી ફિલ્મ 'હો ગયા દિમાગ કા દહી'માં જોવા મળ્યો હતો. તેની અને ગોવિંદાની જોડી પડદા પર ઘણી સારી હતી. લોકોને બંનેને સાથે જોવાનું પસંદ હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us