Kailash Kher Birthday : 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને આપધાત કરવાના પ્રયાસ સુધી રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી

Kailash Kher Birthday : આજે 7 જુલાઇએ કૈલાશ ખેર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કૈલાશ ખેર આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી તકલીફ અને સંઘર્ષ કરવો પડ્યો હતો.

Written by mansi bhuva
Updated : July 07, 2023 07:52 IST
Kailash Kher Birthday : 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને આપધાત કરવાના પ્રયાસ સુધી રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી
બોલિવૂડ સિંગર કૈલાશ ખેર ફાઇલ તસવીર

Kailash Kher News : સુફિયાના સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કરનાર કૈલાશ ખેર સંગીતની દુનિયામાં ખુબ જ મોટું નામ ધરાવે છે. કૈલાશ ખેર આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી તકલીફ અને સંઘર્ષ કરવો પડ્યો હતો. 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને સ્યુસાઈડ કરવાના પ્રયાસ સુધી ખુબ જ રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી. આજે 7 જુલાઇએ કૈલાશ ખેર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

7 જુલાઈ 1973ના પૂજારી મેહરસિંહ પંડિતના ઘરે મેરઠમાં કૈલાશ ખેરનો જન્મ થયો હતો. કૈલાશ ખેરને નાનપણથી જ ગાવામાં રસ હતો. પિતા પૂજારી હોવાથી ઘર થતા કાર્યક્રમોમાં લોકગીતો ગાતા હતા. પરંતુ સંગીતની દુનિયામાં મોટું નામ કરવા માત્ર 14 વર્ષની ઉંમરે જ કૈલાશ ખેરે ઘર છોડ્યું હતું. ત્યારે પોતાનું ગુજરાન ચલાવવા વિદેશ વિદ્યાર્થીઓને મ્યુઝિક ટ્યુશન આપી 150 રૂપિયા કમાતા હતા.

કૈલાશ ખેરને આવ્યો હતો આપઘાતનો વિચાર

વર્ષ 1999માં કૈલાશે ખેરે મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ ધંધામાં નુકસાન જતા કૈલાશ ખેર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. તે સમયે તેમને આપઘાત કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ તે બાદ કામની શોધમાં સિંગાપોર અને થાઈલેન્ડમાં ગયા હતા. જ્યાં 6 વર્ષનો સમય કૈલાશ ખેરે વિતાવ્યો હતો.

પહેલા ગીત માટે મળ્યા હતા આટલા રૂપિયા

વર્ષ 2001માં મુંબઈ આવી કૈલાશ ખેરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમણે અનેક જિંગલ ગાઈ હતી. અને તેના માટે તેને 5 હજાર રૂપિયા મહેનતાણું મળ્યું હતું. આ સમયગાળામાં કૈલાશ ખેરે કોલા, સિટીબેંક, પેપ્સી, IPL અને હોંડા મોટરસાઈકલ માટે અવાજ આપ્યો હતો.

અનોખા ‘અંદાજ’થી બનાવી ઓળખ

વર્ષ 2003માં કૈલાશ ખેરને પહેલી બોલિવુડ ફિલ્મ ‘અંદાજ’માં ગીત ગાવાનો મોકો મળ્યો. જેમાં રબ્બા ઈશ્ક ના હોવે સુપરહીટ ગીતથી કૈલાશ ખેરે શ્રોતાઓના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. ત્યાર બાદ તો ફિલ્મ વૈસા ભી હોતા હૈમાં અલ્લા કે બંદે હમ ગીત ગાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ લોકપ્રિય બન્યું છે. સૂરીલા અવાજ માટે કૈલાશ ખેરને ‘પદ્મશ્રી’નો સન્માન પણ મળ્યું છે.

આ પણ વાંચો : Hrithik Roshan Saba Azad : હ્રિતિક રોશન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ લગ્ન કરશે કે નહીં? કપલે લીધો મોટો નિર્ણય

કૈલાશ ખેરની હાલ કેટલી કમાણી છે

સૂરીલા અવાજથી આજે કૈલાશ ખેરે સંગીતની દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. જેનાથી એક અનુમાન મુજબ કૈલાશ ખેરની નેટવર્થ 35 મિલિયન ડોલર છે. એટલું જ નહીં પણ તેમની કમાણી 2થી 5 મિલિયન ડોલર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ