Kajol Birthday : કાજોલ 'કુછ કુછ હોતા હૈ'ના શૂટિંગ સમયે બધુ ભૂલી ગઇ હતી, અભિનેત્રીને અજય દેવગણ પહેલા આ સુપરસ્ટાર ગમતો હતો

Kajol Birthday : હંમેશા મસ્તીમાં અને મોજમાં રહેનારી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલ આજે 5 ઓગસ્ટના રોજ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. શું તમને ખબર છે અજય દેવગણ પહેલા અભિનેત્રીને બીજો સુપરસ્ટાર ગમતો હતો. હવે તમે આતુર હશો એ જાણવા માટે કે પછી શું થયું?

Kajol Birthday : હંમેશા મસ્તીમાં અને મોજમાં રહેનારી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલ આજે 5 ઓગસ્ટના રોજ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. શું તમને ખબર છે અજય દેવગણ પહેલા અભિનેત્રીને બીજો સુપરસ્ટાર ગમતો હતો. હવે તમે આતુર હશો એ જાણવા માટે કે પછી શું થયું?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Kajol| Kajol Birthday| Kajol and ajay devgan love story| kajol Movies | kajol and ajay devgan movies

Kajol : અભિનેત્રી કાજોલ ફાઇલ તસવીર

Kajol Birthday : હંમેશા મસ્તીમાં અને મોજમાં રહેનારી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલ આજે 5 ઓગસ્ટના રોજ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલે ઘણી યાદગાર અને હિટ મુવી આપી છે. જે પૈકી એક સદાબહાર 'કુછ કુછ હોતા હૈ'છે. આ ફિલ્મમાં કાજોલ સાથે રોમાન્સ કિંગ શાહરૂખ ખાન પણ છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાજોલ સાથે એક એવી ઘટના ઘટી હતી જેનાથી તે બધુ જ ભૂલી ગઇ હતી. હવે તમે આતુર હશો એ જાણવા માટે કે પછી શું થયું? આ સાથે કાજોલને અજય દવેગણ પહેલા એક સુપરસ્ટાર ગમતો હતો તે અંગે પણ વાત કરીશું.

Advertisment

કાજોલ અને શાહરૂખ ખાન જ્યારે 'કુછ કુછ હોતા હૈ'નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કાજોલ સાઇકલ પરથી નીચે પડી ગઇ હતી. જેને પગલે તે બધુ જ ભૂલી ગઇ હતી. કાજોલને પોતાની ઓળખ વગેરે કંઇ જ યાદ ન હતું. આ પછી કાજોલની અજય દેવગણ સાથે વાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ કાજોલને બધુ યાદ આવી ગયું હતું. હવે વાત કરીએ તો કાજોલ અને અજય દેવગણની લવ સ્ટોરીની.

https://www.instagram.com/p/CvR0BKwNjts/?hl=en

કાજોલ અને તેના પતિ અજય દેવગણની લવસ્ટોરી કોઇ ફિલ્મથી ઓછી નથી. આજે પણ આ જોડી ઇન્ડસ્ટ્રીની સૌથી હિટ જોડીમાંથી એક માનવામાં આવે છે. પરંતુ અજય દેવગણ પહેલા કાજોલને એક સુપરસ્ટાર ખૂબ ગમતો હતો. જો કે અભિનેત્રી તેની લાગણીઓ ક્યારેય વ્યક્ત કરી શકી નથી.

એક સમયે કાજોલ અને અજય દેવગણની ઓન સ્ક્રીન જોડીએ મોટા પડદા પર ધમાલ મચાવી હતી. આ દરમિયાન અભિનેત્રીનું દિલ એક અભિનેતા પર આવી ગયું હતું. આ અંગે ફિલ્મ નિર્માતા કરણ જોહરે કર્યો હતો.

Advertisment

કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં ખુલા કર્યો હતો કે કાજોલ અજય દેવગણ પહેલા અક્ષય કુમારની દીવાની હતી. એટલું જ નહીં કાજોલ ઘણી વખત અભિનેતાની એક ઝલક મેળવવા માટે મુંબઇના રસ્તાઓ પર ફરતી હતી. આ વાત વર્ષ 1991ની છે, જ્યારે અક્ષય કુમારની ફિલ્મ 'હિના'નુ પ્રીમિયર થયું હતુ. આ પછી કરણ જોહરે કાજોલની મદદ કરી પરંતુ અભિનેત્રી તેને પોતાના દિલની વાત જણાવી શકી નહીં.

વધુમાં કરણ જોહરે કહ્યું હતું કે, કાજોલ એક માત્ર એવી અભિનેત્રી હતી કે જેણે અક્ષય કુમારને દિલથી પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કાજોલ તેની પહેલી ફિલ્મ સૌગંધની રિલીઝ સમયથી અક્ષયને ખૂબ પસંદ કરતી હતી. ત્યારબાદ કાજોલ ઇચ્છતી હતી કે તે અક્ષય કુમાર સાથે મિત્રતા કરે. જો કે એવું કંઇ થયું નહી. કાજોલ અને અક્ષય કુમારની જોડી ફિલ્મ 'દીવાનગી'માં જોવા મળી હતી.

આ પણ વાંચો: Kajol Birthday : કાજોલ ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દમિયાન બધુ ભૂલી ગઇ હતી, અભિનેત્રીને અજય દેવગણ પહેલા આ સુપરસ્ટાર ગમતો હતો

આ પછી કાજોલની લાઇફમાં અજય દેવદણની એન્ટ્રી થઇ. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ દરમિયાન તેમની વચ્ચે પ્રેમની લાગણીઓ ખીલી અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. આજે આ કપલ બંનેને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ