kajol Durga Puja Pandal | કાજોલની પુત્રી ન્યાસા નાની તનુજા સાથે જોવા મળી, દુર્ગા પૂજા ઉત્સવમાં ફ્રેન્ડ ઓરી, ભાઈ યુગ સાથે જુઓ ફોટોઝ -વિડિયોઝ

મુખર્જી પરિવારના ઉત્તર મુંબઈ સર્વજનીન દુર્ગા પૂજાનો ઉત્સવ વધુ ખાસ બન્યો હતો. કાજોલની પુત્રી ન્યાસા દેવગન અને પુત્ર યુગ ઉજવણી કરવા માટે આવ્યા હાજર રહ્યા હતા.

Written by shivani chauhan
Updated : October 01, 2025 12:34 IST
kajol Durga Puja Pandal | કાજોલની પુત્રી ન્યાસા નાની તનુજા સાથે જોવા મળી, દુર્ગા પૂજા ઉત્સવમાં ફ્રેન્ડ ઓરી, ભાઈ યુગ સાથે જુઓ ફોટોઝ -વિડિયોઝ
kajol with daughter Nysa Durga Puja pandal

Kajol Durga PUuja Pandal | કાજોલે (Kajol) તેના પરિવારના વાર્ષિક દુર્ગા પૂજા સમારોહનું આયોજન કર્યું હતું અને ખાતરી કરી હતી કે તે પહેલા કરતા પણ વધુ ભવ્ય હોય. મુખર્જી ભાઈઓના અવસાન પછી આ પહેલી પૂજા છે. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે, કાજોલ તેની પુત્રી ન્યાસા દેવગન (Nysa Devgan) અને તેની માતા, પીઢ અભિનેત્રી તનુજા (Tanuja) સાથે જોડાયા હતા. દાદી અને પૌત્રી વચ્ચેની દિલચસ્પએ કાજોલના ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ન્યાસા દેવગણ દુર્ગા પૂજા ફોટોઝ (Nysa Devgan Durga Puja Photos)

ન્યાસા તેના ભાઈ યુગ અને તેના ફ્રેન્ડ ઓરી સાથે મુંબઈમાં દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લીધી હતી. ન્યાસા દોડીને તેની દાદીને ગળે લગાવતી જોવા મળેલો એક વીડિયો હૃદયને સ્પર્શી ગયો હતો. ન્યાસા તેની કાકી તનિષા મુખર્જી સાથે પણ પોઝ આપતી જોવા મળી હતી.

કાજોલ ની પુત્રી ન્યાસા સ્વિટ્ઝર્લૅન્ડના ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાંથી સ્નાતક થઈ છે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાવા માટે તૈયાર નથી. કાજોલે શુભંકર મિશ્રાને તેના પોડકાસ્ટ પર કહ્યું, “એક-દો ફોન આયે હૈં (મને બે ફોન આવ્યા છે). પરંતુ મને લાગે છે કે, હાલમાં, મારી પુત્રી ચોક્કસપણે ફિલ્મોમાં આવી રહી નથી. જો તે જે કરવા માંગે છે તે કરી શકે છે અને તેજ અમને ગમશે, અને અમે તેની સાથે 100 ટકા સાથે છીએ”

પૂજા પંડાલમાં ફક્ત ન્યાસા જ નહીં, કાજોલ અને અજય દેગનનો પુત્ર યુગ પણ જોવા મળ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ