Kalki 2898 Ad Box Collection Day 12 : કલ્કી 2898 એડીના કલેક્શનમાં 12 માં દિવસે ઘટાડો, વિશ્વભરમાં આંકડો 1000 કરોડને પાર થઇ શકે?

Kalki 2898 Ad Box Collection Day 12 : પ્રભાસ અને દીપિકા પાદુકોણ ઉપરાંત ફિલ્મ કલ્કીમાં અમિતાભ બચ્ચન, દિશા પટની અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 27 જૂને સિનેમા ઘરમાં રિલીઝ થઇ હતી.

Written by shivani chauhan
July 09, 2024 14:07 IST
Kalki 2898 Ad Box Collection Day 12 : કલ્કી 2898 એડીના કલેક્શનમાં 12 માં દિવસે ઘટાડો, વિશ્વભરમાં આંકડો 1000 કરોડને પાર થઇ શકે?
કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ દિવસ 12: કલ્કી 2898 એડીના કલેક્શનમાં 12 માં દિવસે ઘટાડો, વિશ્વભરમાં આંકડો 1000 કરોડને પાર થઇ શકે?

Kalki 2898 Ad Box Collection Day 12 : દીપિકા પાદુકોણ (Deepika Padukone), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને પ્રભાસ (Prabhas) અભિનીત કલ્કી 2898 એડી (Kalki 2898 AD) એક શાનદાર ફિલ્મ સાબિત થઇ શકે છે. દિગ્દર્શક નાગ અશ્વિનની ફિલ્મ રિલીઝના બારમા દિવસે દૈનિક બોક્સ ઓફિસ આંકડાઓમાં અપેક્ષિત છતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. વિકેન્ડમાં કલ્કીએ ₹ 78.5 કરોડનું કુલ લોકલ નેટ કલેક્શન કર્યું હતું, જેમાં એકલા રવિવારે ₹ 44.35 કરોડની કમાણી કરી હતી.

જોકે, ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર સોમવારે કલ્કિનું ઈન્ડિયામાં નેટ કલેક્શન ઘટીને ₹11.35 કરોડ થઈ ગયું હતું, જે 74.41 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે. આ મંદી ફિલ્મના નિર્માતાઓ માટે ચિંતાજનક છે કારણ કે તેઓને કલ્કીની વિશ્વભરમાં ₹ 1000 કરોડનો આંકડો પાર કરવાની આશા છે. જોકે, ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર સોમવારે કલ્કિનું ઈન્ડિયામાં નેટ કલેક્શન ઘટીને ₹11.35 કરોડ થઈ ગયું હતું, જે 74.41 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે. આ મંદી ફિલ્મના નિર્માતાઓ માટે ચિંતાજનક છે કારણ કે તેઓને કલ્કીની વિશ્વભરમાં ₹ 1000 કરોડનો આંકડો પાર કરવાની આશા છે.

આ પણ વાંચો: Kalki 2898 AD On OTT: કલ્કિ 2898 એડી ઓટીટી પર રિલીઝ થવાનો ઇંતેજાર, જાણો ક્યા અને ક્યારે સ્ટ્રીમ થશે?

ટોચની 5 ઇન્ડિયન કમાણી કરનાર ફિલ્મમાં દંગલ, ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે જેણે ₹ 2,070.3 કરોડની કમાણી કરી હતી. આ દરમિયાન, બાહુબલી 2: ધ કન્ક્લુઝન, આરઆરઆર, KGF: ચૅપટર 2, અને જવાન, જે બોક્સ ઓફિસ કલેક્શન ટેબલમાં અનુગામી ટોચના સ્થાનો પર કબજો કરે છે.

કલ્કીના હિન્દી વરઝને ₹ 3.5 કરોડના યોગદાનની સામે ₹ 6.5 કરોડ કમાણી કરીને મૂળ તેલુગુ વરઝ્નને પાછળ છોડી દીધું હતું. ફિલ્મના તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝનએ અનુક્રમે ₹ 70 લાખ ₹ 50 લાખ અને ₹ 15 લાખની કમાણી કરી હતી.

સોમવારે, મૂવીના 2D વર્ઝને તેલુગુ માર્કેટમાં એકંદરે 23.72 ટકાનો ઓક્યુપન્સી રેટ હાંસલ કર્યો હતો. સવારના શોની શરૂઆત 16.03 ટકા ઓક્યુપન્સી સાથે થઈ હતી, જે બપોરે વધીને 22.69 ટકા થઈ હતી અને સાંજે 29.13 ટકાની ટોચે પહોંચી હતી. જોકે નાઇટ શોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 27.02 ટકા રહ્યો હતો. તે જ સમયે, તેના 3D માં 22.11 ટકાનો એકંદર ઓક્યુપન્સી રેટ રેકોર્ડ કર્યો છે.

કલ્કિ 2898 એડી : ટ્રેલર

આ પણ વાંચો: Kalki 2898 AD Box Office Collection Day 10 : પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડીએ દુનિયાભરમાં ₹ 800 કરોડનો આંકડો પાર કર્યો,જાણો ભારતમાં કેટલી કરી કમાણી

ફિલ્મના નિર્માતા વૈજયંતિ ફિલ્મ્સે સોમવારે જાહેરાત કરી હતી કે એપિક સાયન્સ-ફિક્શન ફિલ્મે વધુ એક માઈલસ્ટોન પાર કર્યોછે અને ₹ 900 કરોડ (GBOC) ક્લબમાં એન્ટ્રી કરી છે. આ આંકડો પાર કરનારી તે 10મી ભારતીય મૂવી બની છે. પ્રભાસ અને દીપિકા પાદુકોણ ઉપરાંત ફિલ્મ કલ્કીમાં અમિતાભ બચ્ચન, દિશા પટની અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 27 જૂને સિનેમા ઘરમાં રિલીઝ થઇ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ