Kalki 2898 AD Box Office Collection: કલ્કી 2898 એડી એ ભારતીય બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પ્રભાસની આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી બોક્સ ઓફિસ ઓપનર તરીકે ઉભરી આવી છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સૈકનિલ્કના જણાવ્યા અનુસાર કલ્કી 2898 એડીએ પહેલા દિવસે ભારતમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ હતી અને તેના તેલુગુ વર્ઝન સાથે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
કલ્કિ 2898 એડી : તેલુગુ વર્ઝનમાં સૌથી વધુ કમાણી
કલ્કિ 2898 એડી મૂવીની પ્રથમ દિવસના 95 કરોડ રૂપિયાના નેટ કલેક્શનમાંથી સૌથી વધુ 64.5 કરોડ રૂપિયા તેલુગુમાંથી આવ્યા હતા. ત્યારબાદ હિંદી વર્ઝને 24 કરોડ, તમિલ વર્ઝને 4 કરોડ, મલયાલમ વર્ઝને 2.2 કરોડ રૂપિયા અને કન્નડ વર્ઝને 30 લાખ રૂપિયાની કમાણી કરી છે. ટકાવારીની દ્રષ્ટિએ કલ્કિ 2898 એડીના ફર્સ્ડ ડે નેટ ક્લેક્શનમાં તેલુગુ વર્ઝનનો હિસ્સો એકંદરે 85.15 રહ્યો છે.
કલ્કિ 2898 એડી : શાહરૂખ ખાનની જવાનનો ઓપનિંગ ડે રેકોર્ડ તોડ્યો
ફિલ્મ ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ જવાન નો ઓપનિંગ ડેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે ફિલ્મ કેટલી કમાણી કરશે તે કહેવું બહુ વહેલું ગણાશે, શું તે જવાનનો લાઇફટાઇમ રેકોર્ડ તોડી શકશે કે કેમ તે જોવાનું રહ્યું.
જો કે 95 કરોડનો આ આંકડો હજુ ફાઇનલ નથી થયો પરંતુ તેમાં હજુ વધારો થઇ શકે છે. પહેલા દિવસે ભારતમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોના નામ અને કમાણી ઉપર એક નજર
ભારતમાં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
ફિલ્મના નામ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શન RRR 133 કરોડ રૂપિયા બાહુબલી 2 121 કરોડ રૂપિયા KGF ૨ 116 કરોડ રૂપિયા સાલાર ૧ 90.7 કરોડ રૂપિયા સાહો 89 કરોડ રૂપિયા યુવાન 75 કરોડ રૂપિયા
આ પણ વાંચો : કલ્કિ 2989 એડી મૂવી નિર્માણમાં લાગ્યા 5 વર્ષ; ફિલ્મ સ્ટોરી, સ્ટાર કાસ્ટ થી લઇ બુજ્જી કાર, બધુ જ છે ખાસ
કલ્કિ 2898 એડી : એક સાયન્સ ફિક્શન ફિલ્મ
કલ્કિ 2898 એડી મૂવી એક સાયન્સ ફિંક્શન ફિલ્મ છે. આ ફિલ્મની કહાણી ભવિષ્યની છે, જે કાશી પર આધારિત છે. ફિલ્મ કલ્કિ 2898 એડીને ભારતની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન જેવા દિગ્ગજ કલાકારો છે, જેમણે દમદાર એક્ટિંગ કરી છે.