Kalki 2898 AD : દીપિકા પાદુકોણ,પ્રભાસ,અમિતાભ બચ્ચન સ્ટારર અને દિગ્દર્શક નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી 2898 એડી (Kalki 2898 AD) વર્ષની સૌથી મોટી બોક્સ ઓફિસ બ્લોકબસ્ટર બની છે. આવતીકાલે 27 જુલાઈ2024 ના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં એક મહિનો પૂરો કરશે. ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, બોક્સ ઓફિસ પર 29 મા દિવસે ફિલ્મે કુલ વિશ્વવ્યાપી કમાણીમાં ₹ 1100નો આંકડો અને લોકલ થિયેટરમાં ₹ 739 કરોડનો આંકડો પાર કર્યો હતો. ગુરુવારે લગભગ ₹ 1.5 કરોડની કમાણી કર્યા બાદ નાગ અશ્વિનની ફિલ્મની નેટ કમાણી સ્થાનિક સ્તરે ₹ 623.7 કરોડ છે.
કલ્કિ ફિલ્મ વિશ્વભરમાં ₹ 1000 કરોડનો કમાણી કરનાર સાતમી ભારતીય ફિલ્મ બની છે. આ સાથે, પ્રભાસે 2017 માં બાહુબલી 2 ની સફળતા બાદ તેની જનરેશનના સૌથી મોટા ભારતીય સ્ટાર્સમાંના તેનું સ્થાન મજબૂત કર્યું છે.
ટ્રેલર જુઓ
ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો
- આમિર ખાનની દંગલ : ₹ 2,023.81 કરોડની કમાણી (2016)
- પ્રભાસની બાહુબલી 2 : ધ કન્ક્લુઝન : ₹ 1,810.595 કરોડની કમાણી
- આરઆરઆર : ₹ 1,387.26 કરોડની કમાણી (2022)
- યશની KGF: ચેપ્ટર 2 : ₹1,200 – 1,250 કરોડની કમાણી (2022)
- શાહરૂખ ખાનની જવાન : ₹ 1,148.32 કરોડની કમાણી (2023)
જો ફિલ્મ આ રીતે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે, તો ટૂંક સમયમાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ટોચની પાંચ ભારતીય ફિલ્મોમાંની એક બની જશે. કલ્કી 2898 એડીમાં વિજય દેવેરાકોંડા, દુલ્કેર સલમાન, મૃણાલ ઠાકુર અને ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી જેવા અનેક અખિલ ભારતીય કલાકારોની એકટિંગ જોવા મળે છે. તેમાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે, અને નિર્માતાઓ હવે તેની સિક્વલ પર કામ કરી રહ્યા છે.