Kalki 2898 AD : પતિ રણવીર સિંહે બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડી જોયા બાદ દીપિકા પાદુકોણના કર્યા ભરપૂર વખાણ

Kalki 2898 AD : કલ્કી 2898 એડી ફિલ્મ જોયા બાદ રણવીર તેની પત્નીના અભિનયના ખુબજ વખાણ કર્યા છે. તેણે રીવ્યુ શેર કરવા અને ડિરેક્ટર નાગ અશ્વિન અને તેના ક્રૂને અભિનંદન આપવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

Written by shivani chauhan
July 03, 2024 11:30 IST
Kalki 2898 AD : પતિ રણવીર સિંહે બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડી જોયા બાદ દીપિકા પાદુકોણના કર્યા ભરપૂર વખાણ
Kalki 2898 AD : પતિ રણવીર સિંહે બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડી જોયા બાદ દીપિકા પાદુકોણના કર્યા ભરપૂર વખાણ (Varinder Chawla/Instagram)

Kalki 2898 AD : દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે પતિ રણવીર સિંહ અને તેમની ફેમિલી મંગળવારે સાંજે કલ્કિ 2898 એડી જોવા માટે બહાર નીકળ્યા હતા. રણવીર થિયેટરના એન્ટર થતી વખતે દીપિકાનો હાથ પકડ્યો હતો. બીજી બાજુ, પાપારાઝીની ભારે ભીડ કપલના ફોટોઝ ક્લિક કરતી જોવા મળી ત્યારે કપલ હસતા નજર આવ્યા છે. દીપિકાએ બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડી (Kalki 2898 AD) માં સહાયક ભૂમિકા ભજવી છે, પ્રભાસ અને અમિતાભ બચ્ચન અભિનીત કલ્કિએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹ 600 કરોડથી વધુની કમાણી કરી છે.

ફિલ્મ જોયા બાદ રણવીર તેની પત્નીના અભિનયના ખુબજ વખાણ કર્યા છે. તેણે રીવ્યુ શેર કરવા અને ડિરેક્ટર નાગ અશ્વિન અને તેના ક્રૂને અભિનંદન આપવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. રણવીરે અમિતાભ બચ્ચનના અભિનયની પણ પ્રશંસા કરી હતી, કમલ હાસન અને ફિલ્મના લીડ પ્રભાસના પણ ઘણા વખાણ કર્યા છે.

ranveer singh Kalki 2898 AD review
Kalki 2898 AD : પતિ રણવીર સિંહે બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડી જોયા બાદ દીપિકા પાદુકોણના કર્યા ભરપૂર વખાણ (Ranveer

Singh/Instagram)

આ પણ વાંચો: Kalki 2898 AD Box Office Collection Day 5 : બ્લોકબસ્ટર કલ્કી 2898 એડી આજે વિશ્વભરમાં ₹ 600 કરોડ પાર કરી શકે, રિલીઝના પાંચમા દિવસે ભારતમાં કરી આટલી કમાણી

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રણવીરે લખ્યું, “કલ્કી 2898 ફિલ્મ એક બ્લોકબસ્ટર સિનેમેટિક સ્પેક્ટેકલ છે! જે મોટા પડદાનું સિનેમા છે, તકનીકી અમલીકરણમાં અભૂતપૂર્વ કુશળતા જોવા મળી. ભારતીય સિનેમામાં ખૂબ જ શ્રેષ્ઠ ફિલ્મ”

નાગ અશ્વિનના ફિલ્મ નિર્માણ વિશે વાત કરતા રણવીરે લખ્યું, “નાગી સર અને ટીમને અભિનંદન!” ત્યારબાદ તેણે પ્રભાસ તેમજ કમલ હાસનની પ્રશંસા કરી અને ઉમેર્યું, “રિબેલ સ્ટાર રોક્સ! ઉલગનાયગન કાયમ સર્વોચ્ચ છે!.”

ફિલ્મમાં અશ્વત્થામાનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચન પર વખાણ કરતાં રણવીરે કહ્યું, “જો તમે પણ મારા જેવા અમિતાભ બચ્ચનના ફેન છો તો તમે આ ફિલ્મ જોવાનું ચુકતા નથી.”

આ પણ વાંચો: Kalki 2898 AD Box Office Collection Day 2 : કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 2, બીજ દિવસે ફિલ્મની કમાણીમાં 43 ટકાનો ઘટાડો

છેલ્લા રણવીરે તેની પત્ની પ્રેગ્નેન્ટ દીપિકા પાદુકોણ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો,કલ્કિ 2898 એડીમાં સુમતિ તરીકેના તેના અભિનયની પ્રશંસા કરતા, તેણે લખ્યું, “મારી બેબી દીપિકાપદુકોણ તમે તમારી કૃપા અને ગૌરવ સાથે દરેક ક્ષણમાં જીવ આપ્યો, આવી કરુણતા, આવી કવિતા, આવી શક્તિ. તમે સરખામણીથી ઘણા આગળ છો. હું તને પ્રેમ કરું છુ.”

કલ્કી 2898 એડી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એક અઠવાડિયાથી ઓછા સમયમાં, ડિસ્ટોપિયન એપિક સાઈ ફાઈ અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ