Kalki 2898 AD Release : કલ્કી 2898 એડી રિલીઝ, પ્રભાસની ફિલ્મ જોયા બાદ દર્શકોએ કર્યા ભરપૂર વખાણ, આટલી કરી શકે કમાણી?

Kalki 2898 AD Release : પ્રભાસની કલ્કી 2898 એડી આજે ગુરુવારે રિલીઝ થઈ છે અને દર્શકો આ ફિલ્મ પર પ્રેમ વરસાવી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ છે.

Written by shivani chauhan
June 27, 2024 13:39 IST
Kalki 2898 AD Release : કલ્કી 2898 એડી રિલીઝ, પ્રભાસની ફિલ્મ જોયા બાદ દર્શકોએ કર્યા ભરપૂર વખાણ, આટલી કરી શકે કમાણી?
કલ્કી 2898 એડી ફિલ્મ હાલમાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર સાતમી ભારતીય ફિલ્મ, વિશ્વભરમાં ₹ 1100 કરોડની કમાણી

Kalki 2898 AD Release : પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન અભિનીત નાગ અશ્વિનની કલ્કી 2898 એડી (Kalki 2898 AD) 27 જૂને વિશ્વભરમાં રિલીઝ થઈ છે. ફિલ્મની સ્ટોરી હિંદુ પૌરાણિક કથાનું મિશ્રણ છે જે એક અલગ વિશ્વમાં સેટ કરવામાં આવ્યું છે. થોડા લોકો દીપિકા પાદુકોણના પાત્રનું અજાત બાળકને બચાવવાના મિશન પર છે. અજાત બાળક કલ્કી કહેવાય છે, જે ભગવાન વિષ્ણુનો અવતાર છે.

Kalki 2898 AD release
કલ્કી 2898 એડી રિલીઝ, પ્રભાસની ફિલ્મ જોયા બાદ દર્શકોએ કર્યા ભરપૂર વખાણ, આટલી કરી શકે કમાણી?

ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ કલેક્શન પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે ₹ 200 કરોડ અને પ્રથમ વિકેન્ડ પર ₹ 500 કરોડ જેટલું થઈ શકે છે. જો ફિલ્મ તે હાંસલ કરવામાં સફળ થાય છે, તો તે 2024 માટે એક રેકોર્ડ બની શકે છે, અને પ્રભાસ માટે બીજી મોટી ઓપનર હશે. એવું લાગે છે કે ભારતમાં ફિલ્મ શરૂઆતના દિવસે 120-140 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. 2024માં હજુ સુધી અન્ય કોઈ ફિલ્મ આવું કરી શકી નથી.

આ પણ વાંચો: Allu Arjun Pushpa: અલ્લુ અર્જૂન ની પુષ્પા 2 ધ રૂલ મૂવી 15 ઓગસ્ટે રિલિઝ નહીં થાય, જાણો હવે ક્યારે ફિલ્મ રિલિઝ થશે?

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન છે , જેમણે અગાઉ 1985ની ગીરફતાર નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ભારતીય સિનેમાના બે આઇકોન સાથે કામ કરવા વિશે વાત કરતા, નાગે ફિલ્મ કમ્પેનિયનને કહ્યું કે તેમને તેના અભિનય વિશે સલાહ આપવાની જરૂર નથી, ‘મને ખબર નથી કે અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથે કેવી રીતે વ્યવહાર કરવો. ખાસ કરીને મિસ્ટર બચ્ચનન સાથે’ આ ફિલ્મથી મેં તેમની સાથે મારી સફર શરૂ કરી, શૂટિંગનો પહેલો જ દિવસ તેની સાથે હતો ત્યારે હું નર્વસ હતો મને લાગ્યું મે ઘણા ટાઈમ પછી શૂટ કર્યું.”

પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી પર લોકોના રીવ્યુ

પ્રભાસની કલ્કી 2898 એડી આજે ગુરુવારે રિલીઝ થઈ છે અને દર્શકો આ ફિલ્મ પર પ્રેમ વરસાવી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ છે. પરંતુ માત્ર ચાહકો જ ડાયસ્ટોપિયન સાય-ફાઇ ફિલ્મના ઢગલાબંધ વખાણ કરી રહ્યા છે એવું નથી. વાસ્તવમાં, બિઝનેસ એનાલિસ્ટ અને વિવેચકોએ પણ નાગ અશ્વિનના દિગ્દર્શકની પ્રશંસા કરી છે, તેને ‘વિઝ્યુઅલ બ્રિલિયન્સ’ ગણાવી છે અને પ્રભાસના ભૈરવના પાત્ર માટે તેની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: Kalki Movie Trailer: કલ્કિ 2898 AD ટ્રેલર જુઓ, પ્રભાસની અપકમિંગ મુવી એક્શન અને ગ્રાફિક્સથી છે ભરપુર

સાઉથ સ્ટાર પવન કલ્યાણનો પુત્ર અકીરા નંદન મિત્રો સાથે પ્રભાસની ફિલ્મ જોઈ

દક્ષિણના સુપરસ્ટાર અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણના પુત્ર અકીરા નંદન , કલ્કિ 2898 એડી જોવા માટે થિયેટરમાં પહોંચતા જોવા મળ્યા હતા. અકીરાની સાથે તેના મિત્રો કલ્કી 2898 ADની મેચિંગ ટી-શર્ટ પહેરીને આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ