Kalki 2898 AD : કલ્કી 2898 એડીનું ટીઝર રિલીઝ, સાય-ફાઇ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં

Kalki 2898 AD Teaser : કલ્કી 2898 એડી એક એપિક સાય-ફાઇ ફિલ્મ છે. ફિલ્મ મેકર્સએ અમિતાભ બચ્ચનના પાત્રનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, આ ફિલ્મ આ વર્ષની મચ વેઈટેડ ફિલ્મોમાંથી એક છે

Kalki 2898 AD Teaser : કલ્કી 2898 એડી એક એપિક સાય-ફાઇ ફિલ્મ છે. ફિલ્મ મેકર્સએ અમિતાભ બચ્ચનના પાત્રનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, આ ફિલ્મ આ વર્ષની મચ વેઈટેડ ફિલ્મોમાંથી એક છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Kalki 2898 AD Teaser Amitabh Bachchan look

કલ્કી 2898 એડનું ટીઝર રિલીઝ, સાય-ફાઇ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં (Image: Kalki 2898 AD/X)

Kalki 2898 AD Teaser : કલ્કી 2898 એડી (Kalki 2898 AD) ફિલ્મ માટે ફેન્સમાં ખુબજ ઉત્સાહ છે, આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), કમલ હસન, દીપિકા પાદુકોણ અને દિશા પટાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક એપિક સાય-ફાઇ ડિસ્ટોપિયન ફિલ્મ છે. ફિલ્મ મેકર્સએ અમિતાભ બચ્ચનના પાત્રનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, આ ફિલ્મ આ વર્ષની મચ વેઈટેડ ફિલ્મોમાંથી એક છે.

Advertisment
Kalki 2898 AD Teaser Amitabh Bachchan look released
કલ્કી 2898 એડનું ટીઝર રિલીઝ, સાય-ફાઇ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં (Teaser ScreenShot)

ફિલ્મનું ટીઝર 69 સેકન્ડ છે જેમાં બચ્ચને માટીના અને કપડાંથી ફેસ કવર કરીને, એક ગુફામાં શિવલિંગની પ્રાર્થના કરતા બેઠેલા દેખાય છે, શાંત બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે, એક બાળકનો અવાજ સંભળાય છે, તે પૂછે છે કે, “શું તમે અમર છો? શું તમે દૈવી છો? તમે કોણ છો?" ત્યારબાદ બચ્ચન ભારે અવાજે જણાવે છે, “પ્રાચીન સમયથી, હું અવતારની રાહ જોતો હતો. હું ગુરુ દ્રોણનો પુત્ર છું. અશ્વત્થામા.''

આ પણ વાંચો: Do Aur Do Pyaar : વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની કોમ રોમ ફિલ્મ દો ઔર દો પ્યારએ વિકેન્ડ પર કરી આટલી કમાણી

Advertisment

ટ્વિટર પર બચ્ચને લખ્યું, “મારા માટે આ એક અલગ અનુભવ રહ્યો છે. પ્રોડક્ટિવ વિચારો, અમલીકરણ, આધુનિક ટેક્નોલોજીથી વાકેફ અને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક સુપર સ્ટારની હાજરીને લીધે એક યુનિક અનુભવ રહ્યો છે.''

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની સન્ડે ઇવનિંગ IPL 2024 મેચની શરૂઆત પહેલા સ્ટાર સ્પોર્ટ્સ પર ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું હતું .આ પહેલા નિર્માતાઓએ ફર્સ્ટ લુક રિલીઝ ઇવેન્ટ વિશે જાહેરાત પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. પોસ્ટરમાં, બિગ બીને સંપૂર્ણ રીતે કપડામાં ઢાંકેલા અને માસ્ક પહેરીને મંદિરમાં બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Vicky Kaushal On Kapil Sharma Show : કપિલ શર્મા શોમાં વિકી કૌશલ અને સની કૌશલ બન્યા મહેમાન, કપિલએ સનીને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ વિશે આવું કહ્યું..

થોડા મહિના પહેલા અશ્વિને એપિક સાયન્સ-ફિક્શન ફિલ્મ વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા, વચન આપ્યું હતું કે કલ્કિ 2898 એડી એક ઍક્સટ્રાઓર્ડિનરી વિઝ્યુઅલ ફિલ્મ હશે.

કલ્કી 2898 એડનું ટીઝર રિલીઝ

તાજેતરમાં ગુડગાંવમાં સિનેપ્સ 2024 ઈવેન્ટને સંબોધિત કરતી વખતે, અશ્વિને કહ્યું, “મેં ઇચ્છયું કે ત્રણ-ચાર વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ પ્રી-પ્રોડક્શનમાં હતી ત્યારે આ વધુ એડવાન્સ્ડ ટેક્નોલોજી હોત તો ફિલ્મમાં ઘણી મદદ મળી હોત. ફિલ્મમાં અમે નવી દુનિયા બનાવી છે જેમ કે… હું હમણાં જ સ્ક્રીન પર આ ચિત્રને જોઈ રહ્યો છું, અમે ઘણા બધા વિવિધ ખ્યાલ અને કલાકારો સાથે કામ કરીએ છીએ અને સંકેતો આપીએ છીએ અને અહીં ફરીથી, એક ખૂબ જ પર્સનલ, અલગ સંદર્ભો આપવા અને આ વિશ્વનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે.''

વૈજયંતી મૂવીઝના હેઠળ સી આસવાણી દત્ત દ્વારા બેંકરોલ કરાયેલ, "કલ્કી" નું મ્યુઝિક સંતોષ નારાયણન દ્વારા કમ્પોઝ થયું છે. ફિલ્મ વૈશ્વિક સ્તરે 9 મે, 2024 ના રોજ રિલીઝ થશે, પરંતુ એ બાબતે હજુ સુધી કોઈ ખાસ અપડેટ્સ આવી નથી.

celebrities મનોરંજન ન્યૂઝ