Kalki Movie Trailer: કલ્કિ 2898 AD ટ્રેલર જુઓ, પ્રભાસની અપકમિંગ મુવી એક્શન અને ગ્રાફિક્સથી છે ભરપુર

Kalki 2898 AD Movie Trailer: પ્રભાસ, દીપિકા પાદુકોણ અપકમિંગ કલ્કિ મુવી ટ્રેલર રિલીઝ કરાયું છે. અમિતાભ બચ્ચન, દિશા પટની, કમલ હાલન સહિત મેગા સ્ટાર્સ અભિનીત કલ્કિ 2898 એડી મોટા બજેટની મુવી છે.27 જૂને રિલીઝ થનાર કલ્કિ 2898 એડી મુવી કલ્કી અવતાર પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર એકશન અને ગ્રાફિક્સથી ભરપુર છે.

Written by Haresh Suthar
Updated : June 11, 2024 13:24 IST
Kalki Movie Trailer: કલ્કિ 2898 AD ટ્રેલર જુઓ, પ્રભાસની અપકમિંગ મુવી એક્શન અને ગ્રાફિક્સથી છે ભરપુર
Kalki 2898 AD Trailer Release: પ્રભાસ અપકમિંગ કલ્કિ 2898 એડી મુવી ટ્રેલર રિલીઝ

Kalki 2898 AD Trailer: બ્લોક બ્લસ્ટર મુવી માટે જાણીતા પ્રભાસ ની અપકમિંગ મુવી કલ્કિ 2898 એડી મુવીનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન, દિશા પટની સહિત મેગા સ્ટાર્સથી ભરપુર કલ્કી મુવી ટ્રેલર પણ એટલું જ જોરદાર છે. કલ્કિ મુવી ટ્રેલર એકશન અને ગ્રાફિક્સ ઇફેક્ટથી સભર છે. આ મુવીને લઇને પ્રભાસના ફેન્સ ઘણા આતુર છે.

નાગ અશ્વિનના ડાયરેકશનમાં બનેલ કલ્કિ 2898 એડી મુવી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કલ્કિ મુવીનું ટ્રેલર 10 જૂને રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. આ મુવીના અભિનેતા પ્રભાસનો ફર્સ્ટ લુક જાહેર થતાં જ રોકેટ ગતિએ ફેન્સમાં ટ્રેન્ડ થયો હતો. કલ્કિ 2889 એડી મુવી કલ્કી અવતાર પર આધારિત મુવી છે.

Kalki 2898 AD Trailer: કલ્કિ 2898 એડી ટ્રેલર કેવું છે?

કલ્કિ 2898 એડી ટ્રેલર રિલીઝ થતાં ફેન્સની પ્રતિક્રિયાનો વરસાદ થઇ રહ્યો છે. ચોમેરથી ફિલ્મની વાર્તા અને વિઝ્યુઅલના વખાણ થઇ રહ્યા છે. કલ્કિ મુવી એક્શન અને ગ્રાફિક્સ ઇફેક્ટસથી ભરપુર છે. ટફ સિક્રેટ્સ, ક્લિયર એડિટીંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મ જોનારનું ધ્યાન ખેંચે એવા છે. વીએફએક્સ ઉપર પણ સારુ કામ કરાયું છે. મુવીમાં પ્રભાસનો લુક પણ અલગ અંદાજમાં છે.

કલ્કિ 2898 એડી ટ્રેલર ફેન્સને કેવું લાગ્યું?

કલ્કી મુવી ટ્રેલર સામે આવતાં જ ફેન્સ ઝુમી ઉઠ્યા છે. ટ્રેલર જોયા બાદ પ્રશંસાના પુલ બંધાઇ રહ્યા છે. એક યુઝર્સે કલ્કી મુવી ટ્રેલર અંગે લખ્યું છે કે, કલ્કી ફિલ્મ જોરદાર અનુભવ કરાવશે એવું લાગે છે. લાગે છે કે આ ફિલ્મ આશા પર ખરી ઉતરશે.

કલ્કી 2898 એડી ટ્રેલર છવાયું

પ્રભાસ અભિનીત કલ્કિ 2898 એડી મુવીનું ટ્રેલર રિલીઝ થતાં જ ફેન્સની ખુશી આસમાને છે. ટ્રેલર જોઇ ફેન્સ પ્રશંસા કરતાં થાકતા નથી. ટ્રેલર અંગે સારી કોમેન્ટનો ધોધ વહાવી રહ્યા છે. ફેન્સને મુવીની ગ્રાફિક્સ ઇફેટ્સ અને પ્રભાસનો લુક ઘણો પસંદ આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા અંગે પણ ફેન્સ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એક એવી કાર બતાવવામાં આવી છે જે મગજથી કંટ્રોલ કરી શકાય છે. આ કારને લઇને પણ ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્રેલર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

કલ્કી મુવી ટ્રેલર અંગે એક યુઝર્સે લખ્યું કે, કમલ હસન વિલન તરીકે ધમાકેદાર છે. આ ઉંમરમાં એમણે શાનદાર અભિનય કર્યો છે. ઇન્ડિયન ટુ ફિલ્મમાં એમનો ગેટ અપ અલગ હતો આ અલગ લુક છે. આ ફિલ્મ ધાકડ બનવાની છે.

આ પણ વાંચો: કલ્કિ અવતાર જન્મ અને ઉદેશ્ય શું છે?

અમિતાભ બચ્ચન મહત્વના રોલમાં

કલ્કિ મુવીમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં હિન્દુ ધાર્મિક ગ્રંથ મહાભારત અને કલ્કિ અવતાર આધારિત જરુરી તથ્યો લેવાયા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાના રોલમાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનને યુવા અવસ્થામાં બતાવાયા છે. જે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (AI) દ્વારા તૈયાર કરાયું છે. દીપિકા પાદુકોણ પણ આ મુવીમાં મહત્વનો રોલ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ