Kalki 2898 Prabhas Bujji Car : પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડીની રોબોટિક કાર બુજ્જી સમાચારોમાં રહે છે. અત્યાર સુધી ફિલ્મને લઈને ઘણા અપડેટ્સ આવ્યા છે, પરંતુ બુજ્જીએ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું. હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન બુજ્જી લોન્ચ થઈ હતી. જેમાં પ્રભાસ પોતાની શાનદાર કાર દુનિયાની સામે લાવ્યો. આ કાર ફિલ્મમાં એક ખાસ પાત્ર ભજવી રહી છે, જેનો અવાજ સાઉથની જાણીતી અભિનેત્રી કીર્તિ સુરેશે આપ્યો છે.

કલ્કિ 2898 એડીની હાઇટેક કાર ફિલ્મમાં પ્રભાસની શાનદાર મિત્ર હશે, જે અભિનેતા સાથે વાત પણ કરશે, પરંતુ શું તમે જાણો છો કે આ કાર કેવી રીતે અને ક્યાં ડિઝાઇન કરવામાં આવી હતી?
ડાયરેક્ટર નાગ અશ્વિન કલ્કિ 2898 એડી બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. બુજ્જી તેના મગજની ઉપજ છે. નાગ અશ્વિને કલ્કિ 2898 એડીની આ ખાસ કારને ડિઝાઇન કરવા માટે ભારતના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની કંપનીની મદદ લીધી હતી. બુજ્જીના લોન્ચિંગ પછી આનંદ મહિન્દ્રાએ પોતે જણાવ્યું હતું કે આ હાઇટેક કાર તેમની કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
આનંદ મહિન્દ્રાએ X પર કલ્કિ 2898 એડીને લઈને એક ટ્વિટ શેર કરી છે. આ સાથે તેણે જણાવ્યું કે બુજ્જીને ચેન્નાઈની મહિન્દ્રા રિસર્ચ વેલીમાં ડિઝાઇન કરવામાં આવી છે. પોસ્ટમાં, તેણે નાગ અશ્વિન અને કલ્કિ 2898 એડીના નિર્માતાઓની પણ આટલી મોટી વિચારણા કરવા માટે પ્રશંસા કરી.
આનંદ મહિન્દ્રાએ X પર નાગ અશ્વિન સાથેની જૂની ચેટનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં નાગ અશ્વિન બુજ્જી માટે આનંદ મહિન્દ્રા પાસે મદદ માંગતો જોવા મળે છે. આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં કહ્યું, “ખરેખર મજાની વસ્તુઓ થાય છે…”
બુજ્જીની ડિઝાઈન વિશે માહિતી આપતાં તેમણે વધુમાં કહ્યું કે, “ચેન્નાઈમાં મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતેની અમારી ટીમે પાવરટ્રેન કન્ફિગરેશન, આર્કિટેક્ચર અને પર્ફોર્મન્સ દ્વારા કલ્કિ ટીમના ભવિષ્યની કારના વિઝનને જીવંત કરવામાં મદદ કરી હતી.





