/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kangana-ranaut-birthday-special-news.jpg)
કંગના રનૌત પાસે આજે કરોડોની સંપત્તિ, પહેલી ફિલ્મથી રોતારાત સ્ટાર (ફોટો ક્રેડિટ કંગના રનૌત ઇન્સ્ટા)
Kangana Ranaut Biography : બોલિવૂડની હોટ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના રનૌત આજે 23 માર્ચે પોતાનો 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 17 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસ બનવા માટે તેણે પોતાના પરિવાર સાથે બગાવત કરી અને ઘર છોડી દીધું હતું. કંગના રનૌતની લાઇફના આવા ઘણા કિસ્સાઓ છે, જે આજે આ અહેવાલમાં જણાવીશું.
કંગના રનૌતનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના એક ગામમાં થયો હતો. કંગનાના પિતા બિઝનેસમેન હતા. કંગના રનૌતે એક વખત ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'તેનો પરિવાર તેના જન્મથી નાખુશ હતો. કારણ કે ધરમાં પહેલે થી એક છોકરી રંગોલી હતી. તેવામાં બીજી પુત્રીના જન્મથી પરિવાર દુ:ખી થઇ ગયો હતો'. કંગનાએ વધુમાં જણાવ્યું કે, 'તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે 12મા ધોરણમાં નાપાસ થઈ ગઈ હતી. આ પછી તે ઘર છોડીને એક્ટર બનવા દિલ્હી આવી ગઈ'.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kanagana-ranaut.jpg)
જ્યારે કંગના રનૌત ઘરેથી નીકળી ત્યારે તેના માટે આ સફર મુશ્કેલીઓ અને સંઘર્ષથી ભરેલી હતી. કંગના રનૌત આખો દિવસ માત્ર રોટલી અને અથાણું ખાઈને પસાર કરતી હતી.
વર્ષ 2005માં દિગ્દર્શક અનુરાગ બાસુએ કંગનાને એક કેફેમાં કોફી પીતા સમયે એક ફિલ્મ ઓફર કરી. આમ કંગનાએ 2006માં આવેલી થ્રિલર ફિલ્મ 'ગેંગસ્ટર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કંગના રનૌતને પહેલી ફિલ્મથી જ એવોર્ડથી સન્માનિત કરાય હતી. એકટ્રેસને ફિલ્મ 'ગેંગસ્ટર' માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મની સફળતા બાદ કંગના રનૌત મીની કુમારીની જેમ બોલિવૂડની ટ્રેજેડી ક્વીન કહેવા લાગી.
કંગના રનૌત બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓ પૈકી એક છે જેને એક વાર નહીં પરંતુ ત્રણથી વધુ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરાયો છે. 'કંગાન કે ફેશન', 'ક્વીન અને તનુ વેડ્સ મનુ રીટર્ન' અને 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' સહિત 'પંગા' ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમરજેંસી' છે, જે એક પીરિયટ પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે. 'ઇમરજેંસી' 14 જૂન 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના રનૌત ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીનું પાત્ર નિભાવતી જોવા મળશે.
કંગના રનૌત રાજકારણમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે. ત્યારે અભિનેત્રી ચૂંટણીમાં પણ હિસ્સો લઇ શકે છે. આવી સ્થિતિમાં એવી અટકળો તેજ થઇ છે કે કંગના રનૌત હિમાચલ પ્રદેશની હાઇ પ્રોફાઇલ લોકસભા સીટ મંડીથી બીજેપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
આ પણ વાંચો : Kanguva : સૂર્યાની ‘કંગુવા’ સામે KGF-બાહુબલી લાગશે નાની, જાણો ફિલ્મનું બજેટ, રિલીઝ ડેટ
કંગના રનૌત નેટવર્થ
કંગના રનૌત ફિલ્મોની સાથે જાહેરાતોમાંથી પણ તગડી કમાણી કરે છે. કંગના રનૌત એક ફિલ્મ માટે 11થી 12 કરોડ રૂપિયા ફી લે છે. એક્ટ્રેસ ઘણી મોંધીદાટ કારની માલકિન પણ છે. કંગના રનૌતની ટોટલ નેટવર્થની વાત કરીએ તો તે અંદાજે 124 કરોડ રૂપિયાની માલકિન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us