Kangana Ranaut Emergency Release Date: બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની અપકમિંગ મૂવી ઈમરજન્સી ની રિલિઝ જાહેર થઇ છે. આજથી 50 વર્ષ પહેલા 25 જૂને ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. કંગના રાનાઉત સ્ટારર કટોકટીની રિલીઝ ડેટની ઘોષણા કરવા માટે આનાથી વધુ સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં. હા! ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે અને આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ મે મહિનામાં રજૂ થવાની હતી પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે ફિલ્મની રિલિઝ મોકૂફ રાખવામાં આવી હતી.
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે અને પોતાના પાત્રની તસવીર શેર કરતા કંગનાએ લખ્યું છે કે, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત, 6 સપ્ટેમ્બર 2024 ના રોજ થિયેટરોમાં # કંગના રનૌતની #ઈમરજન્સી ની ઘોષણા. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ અધ્યાયની વિસ્ફોટક ગાથા, દુનિયાભરના સિનેમાઘરોમાં #EmergencyOn6Sept. ”
તમને જણાવી દઇયે કે, કંગનાએ આ ફિલ્મમાં માત્ર કામ જ નથી કર્યું, પરંતુ તેને પ્રોડ્યુસ પણ કરી છે. જાન્યુઆરી 2023માં, કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અનુભવ અને ફિલ્મના નિર્માણ સાથેના સંઘર્ષ પર એક નોટ શેર કરી હતી.
જેમા મંડી લોકસભાના સાંસદ કંગના રનૌતે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે તેણે પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકી છે. આ સાથે આ ફિલ્મ બનાવતી વખતે એને પહેલાં ડેન્ગ્યૂ થયો હતો અને ત્યારબાદ બ્લડ સેલ્સ ઘટી ગયા હતા. તેને બનાવતી વખતે તેણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો | અનુષ્કા, દીપિકાથી લઇ સોનાક્ષી સિંહા, બોલીવુડ અભિનેત્રીઓનો રિસેપ્શન સાડી લુક
આ ફિલ્મ ભારતીય લોકશાહીના અંધકારમય પ્રકરણ પર આધારિત છે જ્યારે 1975માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. કંગના રનૌતે ઈમરજન્સી ફિલ્મમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણ, મિલિંદ સોમણ ફિલ્ડ માર્શલ સામ માણેક શા અને શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ લોકસભા ચૂંટણી બાદ કંગનાની પહેલી ફિલ્મ હશે.





