scorecardresearch

કંગના રનૌતનું હિન્દુત્વ મુદ્દે બોલવાને કારણે 30-40 કરોડનું નુકસાન, અભિનેત્રીએ કહ્યું…

kangana Ranaut: કંગનાએ દાવો કર્યો છે કે, તેની સાથે આ બધું થયું હોવા છતાં તે આઝાદ છે અને તે જે કહેવા માંગે છે તે બોલતા તેને કોઈ રોકી ન શકે.

kangana ranaut latest news
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફાઇલ તસવીર

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌત હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણ ચર્ચામાં રહે છે. ત્યારે કંગના રનૌતે એવો દાવો કર્યો કે, હિંદુત્વ માટે બોલવાની અને રાજકારણીઓ, ટુકડે-ટુકડે ગેંગ અને એન્ટી નેશનલ લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમણે કિંમત ચૂકવી છે. તેમણે દાવો કર્યો કે, ખુલીને વાત રાખવાના કારણે તેણે અનેક બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાંથી હાથ ધોવા પડ્યા છે અને તેને 30થી 40 કરોડનું નુકશાન થયુ છે.

કંગના રનૌતે એલોન મસ્કની એક ખબર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં એલોન મસ્કે કહ્યું છે કે હું જે ઈચ્છું તે કહીશ, ભલે તેના પરિણામે મને આર્થિક નુકસાન સહન કરવું પડે. આ નિવેદન શેર કરતી વખતે કંગનાએ તેના દ્વારા થયેલા આર્થિક નુકસાન વિશે વાત કરી છે.

કંગના રનૌતે લખ્યું કે, આ સાચી સ્વતંત્રતા અને સફળતાનું આ જ કેરેક્ટર છે. હિંદુત્વ માટે બોલવા, રાજકારણીઓ, એન્ટી નેશનલ્સ, ટુકડે-ટુકડે ગેંગ વિરુદ્ધ નિવેદનો આપવાનું નુકશાન એ થયુ કે મને 20-25 બ્રાન્ડની જાહેરાતોમાંથી હટાવી દેવામાં આવી. તેઓએ મને રાતોરાત કાઢી મૂકી. જેના કારણે મને દર વર્ષે 30 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ખરાબ રીતે ફ્લોપ જતાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની સલાહ, અભિનેતાને રિચેક કરવાની જરૂર

કંગનાએ દાવો કર્યો છે કે, તેની સાથે આ બધું થયું હોવા છતાં તે આઝાદ છે અને તે જે કહેવા માંગે છે તે બોલતા તેને કોઈ રોકી ન શકે. પોસ્ટમાં તેણે એલોન મસ્કની પ્રશંસા કરતા કહ્યું કે, દરેક વ્યક્તિ પોતાની નબળાઈ દર્શાવે છે. કમ સે કમ અમીરોએ તો પૈસા વિશે ન વિચારવું જોઈએ.

Web Title: Kangana ranaut lost 30 40 crores reaction instagram latest news

Best of Express