Pavitra Jayram Death : 16 વર્ષની ઉમરે લગ્ન, હાઉસ કીપરથી લઇને સેલ્સ ગર્લનું કામનારી કન્નડ ફેમસ અભિનેત્રી પવિત્રા જય રામનું અક્સ્માતમાં નિધન

Pavitra Jayram Death : લોકપ્રિય કન્નડ ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામનું રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Pavitra Jayram Death : લોકપ્રિય કન્નડ ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામનું રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Kannada Famous Actress Death | Pavitra Jayram Death | Pavitra Jayram Boyfriend Suicide

પવિત્રા જયરામના અકસ્માતમાં મૃત્યુ બાદ બોયફ્રેન્ડ ચંદ્રકાંતનો આપઘાત

kannada Actress Death : કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. લોકપ્રિય કન્નડ ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામનું રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. ગઈકાલે હૈદરાબાદમાં તેની કાર બસ સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. એક્ટ્રેસ બહેન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને એક્ટર ચંદ્રકાંત સાથે કારમાં સવાર હતી. તેના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisment

કહેવામાં આવી રહ્યું છે કે, પવિત્રા કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનાકેરેથી પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. IANs અનુસાર, એક્ટ્રેસની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી વાનપર્થીથી આવી રહેલી બસ કારની જમણી બાજુથી અથડાઈ હતી. આ અકસ્માતમાં ટીવી એક્ટ્રેસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

kannada Fmous Actress Death | Pavitra Jayram Death | Pavitra Jayram Death News In gujarati
Pavitra Jayram Death : કન્નડ ફેમસ અભિનેત્રી પવિત્રા જય રામનું માર્ગ અક્સ્માતમાં નિધન

માસ્ટર આનંદ દ્વારા દિગ્દર્શિત કૉમેડી સિરીઝ - રોબોટ ફેમિલીથી પવિત્રાએ નાના પડદા પર કન્નડ ડેબ્યૂ કર્યું હતું. પવિત્રાએ નાના પડદાના મનોરંજનની દુનિયામાં પ્રવેશતા પહેલા બેંગલુરુમાં લાઈબ્રેરીયન અને સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું હતું.

Advertisment

આ પણ વાંચો : રાજકુમાર રાવની શ્રીકાંત મુવીએ પહેલા વીકેન્ડમા કમાલ કરી દીધી, ફિલ્મે ત્રીજા દિવસે કરી આટલી કમાણી

પવિત્રા જયરામ ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલાં આર્થિક તંગીને લીધે હાઉસ કીપર, સેલ્સ ગર્લ સહિત લાઇબ્રેરી આસિસ્ટન્ટ જેવા કામ કરતી હતી. તેઓનો પરિવાર ગરીબ હતો.

celebrities મનોરંજન ન્યૂઝ