/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/kantara-chapter-1-news-in-gujarati.jpg)
Kantara chapter 1 : કાંતારા ચેપ્ટર 1 મુવી સિનેમાઘરોમાં ગદ્દર મચાવશે, જંગલમાં ભવ્ય શેટ, 20 દિવસમાં 600 લોકોની મહેનત પાણીમાં
Kantara Chapter 1 Shooting : હોમ્બલે ફિલમ્સ અને સાઉથ સુપરસ્ટાર રિષભ શેટ્ટીની 2022માં રીલિઝ થયેલી ફિલ્મ 'કાંતારા'ની પ્રીક્વલ 'કાંતારા ચેપ્ટર 1 અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. 16 કરોડના બજેટમાં બનેલી કાંતારાએ બોક્સ ઓફિસ પર લગભગ 400 કરોડનો વેપાર કર્યો હતો. ત્યારે ફેન્સ હવે કાંતારા ચેપ્ટર 1ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/kanatara-chapter-1.jpg)
કાંતારા ચેપ્ટર 1 શૂટિંગ
લેટેસ્ટ અહેવાલ અનુસાર, કાંતારા ચેપ્ટર 1નું શૂટિંગ એક અઠવાડિયામાં શરૂ થઇ જશે. તેનું 20 દિવસનું શેડ્યૂલ છે. આ શેડ્યૂલમાં, ટીમ જંગલોમાં જરૂરી હિસ્સાનું શૂટિંગ કરશે અને તે સુંદર કુંડાપુરાના દરિયાકાંઠાના પ્રદેશમાં શૂટ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંતારા ચેપ્ટર 1ના શૂટિંગ માટે જંગલમાં 200 X 200 ફૂટનો એક ભવ્ય શેટ તૈયાર કરાયો છે. આ સાથે કુંડાપુરા બનાવવા માટે મુંબઇ, બેંગલુરૂ અને હૈદરાબાથી લગભગ 600 કારપેંટર અને સ્ટંટ માસ્ટર્સને બોલાવાયા છે.
કાંતારા ચેપ્ટર 1 સ્ટાર કાસ્ટ
કાંતારા ચેપ્ટર 1ના નિર્દેશક અની લીડ એક્ટર રિષભ શેટ્ટી હશે. જ્યારે ફિલ્મની સિનેમેટોગ્રાફી અરવિંદ કશ્યપના માથે જવાબદારી સોંપવામાં આવી છે.
કાંતારા ચેપ્ટર 1 બજેટ
કાંતારા ચેપ્ટર 1ના બજેટ વિશે વાત કરીએ તો આ વખતે ફિલ્મનું બજેટ 7 ગણું વધારી દેવાયું છે. જ્યાં તેનો પહેલો ભાગ માત્ર 16 કરોડમાં બન્યો હતો. આ પ્રિક્વલનું બજેટ 125 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
કાંતારા ચેપ્ટર 1 ફર્સ્ટ લૂક
કાંતારા ચેપ્ટર 1ના ફર્સ્ટ લૂકની વાત કરીએ તો આમાં રિષભ એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કુહાડી પકડતો જોવા મળે છે. 'કાંતારા ચેપ્ટર 1'માં રિષભ અને સપ્તમી ગૌડા મુખ્ય ભૂમિકામાં હશે. આ સિવાય ઉર્વશી રૌતેલા અને કિશોર જેવા કલાકારો પણ જોવા મળશે તેવા સમાચાર છે.
કાંતારા ચેપ્ટર 1
'કાંતારા' કન્નડ સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ પહેલા ''કાંતારા'' 2022માં દેશની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. તે 'KGF 2' પછી કન્નડ સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની.
કાંતારા ચેપ્ટર 1 કહાની
ફિલ્મની પ્રીક્વલ પંજુર્લી દૈવાની વાર્તા પર ફોકસ કરશે. અગાઉ કાંતારામાં પંજુર્લી અને ગુલિયા નામના બે દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં ઉજવાતી દૈવા કોલાની પ્રથા પણ દર્શાવવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us