Kapil Sharma Birthday : કપિલ શર્મા લોકપ્રિય કોમેડિયન અને બોલીવુડ એક્ટર છે. કપિલ શર્માનો આજે 41મો બર્થ છે. કપિલ શર્માનો કોમેડિયન શો ભારત સહિત વિદેશમાં પણ બહુ પસંગ કરવામાં આવે છે. કપિલ શર્મા આજે અબજોની સંપત્તિનો માલિક છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે કપિલ આટલો ધનવાન ન હતો. કપિલે અહીં આવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો છે. કપિલે પોતાના કરિયરની શરૂઆત 500 રૂપિયાથી કરી હતી, કપિલે પીસીઓમાં પણ કામ કર્યું અને આજે તે પોતાની મહેનતના બળે ખૂબ જ અમીર બની ગયો છે.
કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. કપિલ કોમેડિયન હોવા ઉપરાંત હોસ્ટ, એક્ટર, પ્રોડ્યુસર અને ડબિંગ આર્ટિસ્ટ પણ છે. કપિલ પોતાના ગામમાં સ્ટેજ શો કરતો હતો, તેને કલાકારોની નકલ કરવી ગમતી હતી અને તેને પોતાની કારકિર્દી બનાવી દીધી હતી.
કપિલના પિતા જિતેન્દ્ર પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ હતા. કપિલ જ્યારે 22 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું, તેમને કેન્સર હતું. પિતાના નિધન બાદ કપિલને તેની જગ્યાએ સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ કપિલે આ ઓફર ઠુકરાવી દીધી હતી. કપિલ સિંગર બનવા માંગતો હતો.
મુંબઈ આવ્યા બાદ કપિલ શર્માએ ઘણા નાના-નાના શોમાં કામ કર્યું, ત્યારબાદ જ તેને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તક મળી, તેણે શોની ત્રીજી સીઝન જીતી અને 10 લાખ રૂપિયાનું ઈનામ મેળવ્યું. આ પૈસાથી તેણે પોતાની બહેનના લગ્ન કર્યા. આ પછી કલર્સ ચેનલ દ્વારા કપિલ શર્માને કોમેડી નાઇટ્સ વિથ કપિલની ઓફર કરવામાં આવી હતી, આ શો બ્લોકબસ્ટર બની ગયો હતો. બોલિવૂડની તમામ મોટી સેલિબ્રિટી મહેમાન બનીને આવવા લાગી. કપિલ શર્માના આ શોમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર ઘણી વખત મહેમાન બન્યા હતા. કપિલ શર્માને આ કોમેડિયન શોથી બહુ નામ અને દામ મળ્યા છે.
કપિલ શર્માએ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા અને એક પુત્ર અને પુત્રીનો પિતા પણ બની ગયો છે. કપિલ શર્મા હાલ નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો કરી રહ્યો છે. કપિલ શર્મા હાલ ખુબ જ ધનવાન છે.
આ પણ વાંચો | અજય દેવગણના બર્થડે પર ચાહકોને ભેટ, ‘મેદાન ફાઇનલ ટ્રેલર’ રિલીઝ
3 અબજો માલિક છે કપિલ શર્મા
કપિલ શર્માની નેટવર્થ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર કપિલ શર્મા 330 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. કપિલ શર્મા પાસે મર્સિડીઝ બેન્ઝ એસ 350, વોલ્વો એક્સસી 90 સહિત ઘણી લક્ઝરી કાર છે. કપિલ શર્માનું મુંબઈમાં 15 કરોડનું આલિશાન એપાર્ટમેન્ટ પણ છે.





