Kapil Sharma Canada cafe Firing : કોમેડિયન કપિલ શર્માને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં તેના નવા કાફેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ આ ઘટનાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ તેનું ઓપનિંગ કર્યું હતું અને થોડા જ દિવસોમાં તેના પર હુમલો થયો છે.
ઘટનાનો વીડિયો વાયરલ
આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. કારમાં બેઠેલી વ્યક્તિ અંધાધૂંધ ફાયરિંગ કરી રહી છે. હવે આ મામલે એક મોટી વાત સામે આવી છે. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ દાવો કર્યો છે કે તેણે આ ફાયરિંગ કરાવ્યું છે.
હાલ આ મામલે કપિલ શર્મા કે તેમની ટીમ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હરજીત સિંહ લડ્ડીએ કહ્યું છે કે આ હુમલો કપિલ શર્માના એક જૂના નિવેદનના કારણે થયો છે.
આ પણ વાંચો – ‘હું પણ સુશાંતની જેમ આત્મહત્યા કરી લઉ?’, ડિપ્રેશન સામે ઝઝૂમી રહેલ એક્ટ્રેસે જણાવી આપવીતી
હરજીત સિંહ લડ્ડી ભારતની એનઆઈએનો મોસ્ટ વોન્ટેડ આતંકી
હરજીત સિંહ લડ્ડી ભારતની એનઆઈએનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ બીકેઆઈ સાથે પણ જોડાયેલા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કપિલના કાફેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કાફેની સામે અને બાજુની ઇમારત પર પણ ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે અને બુલેટ કેસિંગ્સ મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ કેફેનું ઉદ્ઘાટન આ અઠવાડિયે કરવામાં આવ્યું છે. ગિન્ની અને કપિલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી હતી.





