લોકપ્રિય કપિલ શર્મા (Kapil Sharma) જે નિરંતર છેલ્લા ઘણા વર્ષોથી ‘ધ કપિલ શર્મા’ (The Kapil Sharma) શો દ્વારા લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ સાથે તેને ખુબ પ્રસિદ્ધી હાંસિલ કરી છે. એવામાં કપિલે વઘુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. કપિલ શર્માની ફિલ્મ જ્વિગાટોએ ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એશિયન પ્રીમિયર બાદ અન્ય એક શાનદાર પ્રસિદ્ધી હાંસિલ કરી છે.
તમને જણાની દઇએ કે અપ્લોઝ અને નંદિતા દાસની ‘જ્વિગાટો’નું હવે ભારતના ભારતના કેરળના 27માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. કપિલ શર્માની ફિલ્મ જ્વિગાટોને આ ફેસ્ટિવલમાં કૈલિડોસ્કોપ સેક્શનમાં ઓપનિંગ ફિલ્મના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવશે.
નંદિતા દાસે આ ફિલ્મની સ્ટોરીનું સર્જન કર્યું છે. સાથે જ ફિલ્મનું નિર્દેશન પણ નંદિતા દાસે જ કર્યું છે. તમને જણાવી દઇએ કે કપિલ શર્મા આ ફિલ્મમાં ફૂડ રાઇડરનું પાત્ર નિભાવી રહ્યો છે. કપિલ શર્મા સાથે આ ફિલ્મમાં એક્ટ્રેસ શાહાના ગોસ્વામી પણ છે. જે કપિલની પત્નીનો રોલ અદા કરી રહી છે. ભૂવેન્શ્વર અને ઓડિશા સેટમાં બનેલી આ ફિલ્મ કોવિડ મહારમારી બાદ એક સાધારણ પરિવારના સંઘર્ષની કહાની પર નિર્ભર છે.
કેરળના 27મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો, તે કેરળના ત્રિવેન્દ્રમમાં 9 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી યોજાશે.