કરણ દેઓલની સગાઇમાં ધર્મેન્દ્ર અને સની દેઓલે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

Karan Deol: સની દેઓલનો મોટો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલના લગ્ન નક્કી થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો ક્યારે અને કોની સાથે છે લગ્ન

Karan Deol: સની દેઓલનો મોટો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલના લગ્ન નક્કી થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો ક્યારે અને કોની સાથે છે લગ્ન

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Karan Deol Photo News

બોલિવૂડ અભિનેતા સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ફાઇલ તસવીર

Karan Deol Enagagement Photos: હિન્દી સિનેમાના પ્રસિદ્ધ ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણ દેઓલના 18 જૂને લગ્ન થવાના છે. સોમવારે કરણ દેઓલ અને દૃશા આચાર્યની સગાઈ થઈ હતી. આ પ્રસંગે અભિનેતાના પરિવારના નજીકના લોકો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. હવે કરણ દેઓલની સગાઈનો ઈનસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

Advertisment

આ વીડિયોમાં કરણ દેઓલ અને દૃશા આચાર્ય બંને એકસાથે જોવા મળી રહ્યા છે. બંને એકબીજાનો હાથ પકડીને કેક કટિંગ કરી રહ્યા છે. વ્હાઈટ કલરની કેકની સાથે બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. કરણે સગાઈમાં બ્લૂ કુર્તો પહેર્યો હતો. જ્યારે દૃશા પીળા રંગની સાડીમાં ખૂબ સુંદર દેખાતી હતી. કેક કાપતા સમયે તેમના ચહેરાની સ્માઈલ જોવા જેવી હતી. કરણ દેઓલની સગાઈમાં સની દેઓલ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ સની દેઓલ ઘણો ખુશ જોવા મળ્યો હતો.

ઉલ્લેખીય છે કે, આ પ્રાઈવેટ સેરેમની દરમિયાન કરણ દેઓલ અને દૃશાની એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બંનેની સગાઈ એ જ તારીખે થઈ હતી. જ્યારે ધર્મેન્દ્ર અને તેમનાં પહેલા પત્ની પ્રકાશ કૌરના લગ્ન (18 ફેબ્રુઆરી) થયા હતા. કરણ અને દૃશાનો લગ્ન પ્રસંગ 16 જૂનથી 18 જૂન સુધી ચાલશે. જ્યારે 16 જૂને મહેંદી અને સંગીતનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 18 જૂને લગ્ન થશે.

Advertisment

આ પણ વાંચો: 500 કરોડના મેગા બજેટમાં બનેલી ફિલ્મ ‘આદિપુરૂષ’એ રિલીઝ પહેલાં મબલક કમાણી કરી

જણાવી દઈએ કે, દ્રિશા આચાર્યના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમુ આચાર્ય 1998માં જ દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. બંનેએ દ્રિશાને પણ ત્યાં જ ઉછેરી છે. દ્રિશા હવે તેની માતાને વ્યવસાયિક રીતે મદદ કરે છે. દ્રિશા અને કરણ બાળપણથી જ એકબીજાના સારા મિત્રો હતા. પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, બંનેએ પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ