બોલિવૂડના ફેમસ એક્ટર ધરમેન્દ્રના પૌત્ર અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. આજે 18 જૂનના રોજ બંનેએ ઘામધૂમથી લગ્ન કર્યા. ત્યારે હવે કરણ દેઓલના લગ્નનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને લગ્નના આઉટફિટમાં શાનદાર લાગી રહ્યા છે. પરિવારના સભ્યોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. પિતા સની દેઓલના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે, જ્યારે બીજી તરફ ધર્મેન્દ્રની વાત કરીએ તો તે આ દરમિયાન ખૂબ જ ખુશ છે અને ડાન્સ કરતા જોવા મળે છે.
વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે કરણ દેઓલ કેવી રીતે પરંપરાગત પોશાકમાં છે અને તેની સાથે દ્રિશા આચાર્ય પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહી છે. આ સિવાય એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં કરણ દેઓલ ઘોડી પર ચડતો જોવા મળી રહ્યો છે. હવે ફેન્સ પણ નવવિવાહિત કપલને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
નવયુગલના લૂકની વાત કરીએ તો દ્રિશાનો બ્રાઈડલ લુક શેડમાં છે અને કરણ પણ વેડિંગ ડ્રેસમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. ફોટોમાં કરણ દેઓલ પણ ઘોડા પર ચડતો જોવા મળી રહ્યો છે. કરણના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા. આ ખાસ અવસર પર આખો દેઓલ પરિવાર જોવા મળે છે. કરણના કાકા અને અભિનેતા અભય દેઓલ પણ આ લગ્નમાં હાજર રહ્યા છે.
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે એટલે કે 18 જૂને ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કરી લીધા છે. સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નના વરઘોડાના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ હવે લગ્નની પહેલી તસવીર સામે આવી છે. ફોટોમાં કરણ દેઓલ તેની પત્ની દ્રિશા આચાર્ય સાથે મંડપમાં બેઠો જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ કરણ દેઓલ ક્રીમ રંગની પાઘડી અને શેરવાની પહેરીને બેઠો છે, તો બીજી તરફ લાલ-ગોલ્ડન રંગની દ્રિશા આચાર્યની સુંદર ચણ્યા ચોલી પહેરી છે.





