બોલિવૂડનો યંગ અને પોપ્યુલર એક્ટર કાર્તિક આર્યન આજે 22 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રિેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર કરણ જોહરે કાર્તિક આર્યનને શાનદાર ભેટ આપી છે. કરણ જોહર અને કાર્તિક આર્યન એક ફિલ્મ સાથે કરશે તેવા સમાચાર સામે આવ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર અને કાર્તિક વચ્ચે વિવાદ ખતમ થઇ ગયો છે.
કરણ જોહરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ મોદી છે. જો કે એક્ટ્રેસે આ ફિલ્મ કે તેના ટાઇટલ અંગે હજુ કોઇ ઘોષણા કરી નથી. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઇ છે. આ અનટાટઇલ ફિલ્મ 15 ઓગસ્ટ 2025માં રિલીઝ થશે.
આ જાહેરાત સાથે કરણ જોહરે કાર્તિક આર્યન માટે કેપ્શનમાં લખ્યું કે, આજના દિવસની શરૂઆત ખાસ દિવસ પર ખાસ ન્યૂઝ સાથે. આ જાહેરાત કરતા મને બહુ ખુશી થઇ રહી છે કે ધર્મા મૂવીઝ અને બાલાજી મોશન પિક્ચર્સ સાથે મળીને ફિલ્મ પર કામ કરશે. આ ફિલ્મને ટેલેન્ટેંડ સંદીપ રેડી ડિરેક્ટ કરશે.
વધુમાં કરણ જોહરે કહ્યું કે, “મને એ વાતની પણ બહુ ખુશી થઇ રહી છે કે, આ ફિલ્મમાં અસાધારણ ટેલેન્ટેડ એક્ટર કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે.”
આ ઉપરાંત કરણ જોહરે લખ્યું કે, “કાર્તિક હેપી બર્થડે, ઇશ્વર કરે કિ હમારા સાથે યહાં સે ઔપ ફૂલે-ફલે, મોટા પડદા પર જાદુ ચલના બંધ ન હો. એક્તા તુમ્હારા દોસ્ત હોના બેસ્ટ ચીજ છે અને તુમ્હારે સાથે કામ કરના ભી ઇસસે અલગ નહીં હોગા.”
શું હતો કરણ જોહર અને કાર્તિક આર્યનનો વિવાદ?
વર્ષ 2021માં ફિલ્મ દોસ્તાના 2ને લઇને કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યાં હતા. તે સમયે કાર્તિક આર્યન પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લાગ્યો હતો. એવી પણ ચર્ચા હતી કે કાર્તિક આર્યને ફિલ્મ માટે વધુ પૈસા માગ્યા હતા. જ્યારે કાર્તિક આર્યનને આપ કી અદાલતમાં આ અંગે સવાલ કરાયો હતો તો તેણે કહ્યું હતુ કે, મેં કદી કોઇ ફિલ્મ પૈસાને લીધે છોડી નથી. હું બહુ લાલચી છુ, પણ સ્ક્રિપ્ટનો પૈસાનો નહીં.





