Express Adda : કરણ જોહરે પોતાના અંગત જીવનના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો, કહ્યું…’મને કોઇ ફર્ક પડતો નથી’

Karan Johar : આજે 21 ઓગસ્ટના રોજ કરણ જોહરે એક્સ્પ્રેસ અડ્ડામાં હાજરી આપી હતી. આ કાર્યક્ર્રમ અંતર્ગત કરણ જોહર સાથે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મશહૂર ફિલ્મ વિવેચક શુભ્રા ગુપ્તાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં કરણ જોહરના અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફ સહિત જીવનના દરેક તબક્કા અંગે વાત કરવામાં આવી હતી.

Written by mansi bhuva
Updated : August 21, 2023 19:24 IST
Express Adda : કરણ જોહરે પોતાના અંગત જીવનના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો, કહ્યું…’મને કોઇ ફર્ક પડતો નથી’
Karan Johar : કરણ જોહર ફાઇલ તસવીર

Karan Johar : કરણ જોહર ભારતીય સિનેમાનું ચર્ચિત અને મોટું નામ છે. કરણ જોહરે તાજેતરમાં જ નિર્દેશક તરીકે હિંદા સિનેમામાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. કરણ જોહરના બેમિસાલ 25 વર્ષની સફર વિશે દિલ ખોલીને ઇન્ડિયન એક્સપ્રેસનો પોપ્યુલર કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડા પર વાત થશે.

આજે 21 ઓગસ્ટના રોજ કરણ જોહરે એક્સ્પ્રેસ અડ્ડામાં હાજરી આપી હતી. આ કાર્યક્ર્રમ અંતર્ગત કરણ જોહર સાથે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મશહૂર ફિલ્મ વિવેચક શુભ્રા ગુપ્તાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં કરણ જોહરના અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફ સહિત જીવનના દરેક તબક્કા અંગે વાત કરવામાં આવી હતી.

કરણ જોહરનું વ્યક્તિત્વ કોઇ બ્લોરકબસ્ટર ફિલ્મની કહાનીથી ઓછું નથી. એક નૌજવાન જેને ફિલ્મો પ્રત્યે લગાવ વિરાસત મળ્યો. કરણ જોહરનું સમગ્ર બાળપણ બોલિવૂડના ચમકતા સિતારો આસપાસ વિત્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998થી કરણ જોહરે ફિલ્મ કુછ કુછ હોતા હૈનું ડાયેરક્શન કરીને ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. કરણ જોહરની પહેલી જ ફિલ્મ સુપરહિટ ગઇ. આ ફિલ્મ સદાબહાર છે. સમય જતાં કરણ જોહર શહરી સિનેમાના સુપરસ્ટાર બની ગયો. જો કે કરણ જોહરે વર્ષ 2016થી પોતાની જાતને ડાયરેક્શનની દુનિયાથી દુર કરીને સંપૂર્ણ ફોક્સ ફિલ્મોને પ્રોડ્યયૂસ કરવા પર કેન્દ્રિત કર્યું છે. આ પછી કરણ નિર્દેશકની દુનિયામાં વર્ષ 2023માં પરત ફર્યો.

કરણ જોહરે શ્રેષ્ઠ ડાયરેક્ટર તરીકે 25 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન ફિલ્મ રોકી ઔર રાની કી કહાની ડાયરેક્ટ કરીને ઉજવ્યો. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં એ તમામ વસ્તુ સામે છે જેના કરણ જોહર જગવિખ્યાત છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં મોટા-મોટા નામ, ભવ્ય સેટ, વર્ષો સુધી લોકમુખે રમતા ગીત તેમજ મોર્ડન પ્રેમ કહાની છે.

આ પણ વાંચો : Gadar 2 Box Office Collection Day 10 : સની દેઓલ અમીષા પટેલ જોડીનો જાદુ, ગદર 2 બંપર કમાણી

પ્રેમ કરણ જોહરની પર્સનલ અને પ્રોફેશન લાઇફમાં ખુબ જ મહત્વપૂર્ણ છે. કરણ જોહર તેની લવ લાઇફના લીધે પણ હંમેશા ચર્ચામાં છે. તો કરણ જોહરે પણ તેની સેક્સુઅલિટીને લઇને કોઇ રહસ્ય રાખ્યું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ