/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Add-a-heading-2023-04-06T182728.270.jpg)
kjC
Karan Johar & Anushka Sharma : અનુષ્કા શર્માએ (anushka sharma) 'રબ ને બના દી જોડી' (rab ne bana di jodi) ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. અનુષ્કા શર્માનું ફિલ્મ કરિયર (anushka sharma film career) બદબાદ કરવા ઇચ્છતા હતા તેવો ખુલાસો કરતો કરણ જોહરનો (karan johar) એક વિડિયો વાયરલ (video viral) થયો.
બોલિવૂડ એક્સ્ટ્રેસ અનુષ્કા શર્માએ યશ રાજની ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ સુપરડુપર હિટ થઇ હતી. ત્યારબાદ અનુષ્કાએ 'બેન્ડ બાજા બારાત' ફિલ્મ કરી અને તેમાં પણ અનુષ્કાની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે કરણ જોહરે 'રબ ને બના દી જોડી'ના નિર્દેશક આદિત્ય ચોપારાને અનુષ્કાને ફિલ્મમાં કાસ્ટ ન કરવા જણાવ્યું હતું. કરણ જોહરે પોતે ખુલાસો કરતા કહ્યું કે, તે અનુષ્કા શર્માની કરિયર બરબાદ કરવા માંગતા હતા.
કરણ જોહરનો જૂનો ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતે કહી રહ્યા છે કે, તે અનુષ્કાના કરિયરને મારવા માંગતો હતા, પાછળથી કરણે અનુષ્કાની માફી પણ માંગી હતી.
આ વિડિયોમાં કરણ જોહર કહી રહ્યા છે કે, “હું અનુષ્કા શર્માના કરિયરનું મર્ડર કરવા ઇચ્છતો હતો… કારણ કે જ્યારે આદિત્ય ચોપરાએ મને પિક્ચર બતાવ્યું ત્યારે મેં કહ્યું ના… ના… ના તમે સાઇન કરી રહ્યાં છો. તમારે તેને (અનુષ્કા) સાઈન કરવાની જરૂર નથી, મારી પાસે બીજી વધુ એક લીડ એક્ટ્રેસ હતી, હું ઈચ્છતો હતો કે આદિત્ય તેને સાઈન કરે."
કરણ જોહરે અનુષ્કાની માફી માંગી
કરણ જોહરે વધુમાં કહ્યું કે, “જ્યારે મેં બેન્ડ બાજા બારાત જોઈ, ત્યારે મેં અનુષ્કાને જણાવ્યું અને માફી માંગી. માફી એટલા માટે કારણ કે, મને એટલી શરમ આવી કે હું ખરેખર એક ઉત્કૃષ્ઠ અભિનેત્રીની કારકિર્દીનો ગ્રાફ બરબાદ કરવા જઈ રહ્યો હતો."
'I totally wanted to murder Anushka Sharma's career' - Karan Johar confesses to Rajeev Masand & Anupama Chopra in 2016. Said in jest, I'm sure, but still a worthy point in the raging insider-outsider debate. pic.twitter.com/8JNLp8Kyud
— Apurva (@Apurvasrani) April 6, 2023
અનુષ્કાને મળ્યો ફેન્સનો સપોર્ટ
આ વીડિયો વર્ષ 2016નો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે અને અપૂર્વ અસરાનીએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે કરણ જોહર પર આક્ષેપ કર્યો કે, તે હંમેશા બહારના લોકોને બોલીવુડમાંથી બહાર ફેંકવાનું વિચારે છે. લોકો અનુષ્કાના વખાણ કરી રહ્યા છે કે તેણે હળવાશ પૂર્વક આ પરિસ્થિતિને સંભાળી લીધી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us