બોલિવૂડમાં જ્યારે પણ કોઈ ખતરનાક ખલનાયકની વાત થાય છે, ત્યારે દર્શકો કંઈક ડરામણું જોવાની અપેક્ષા રાખે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કરણ વીર મહેરા (Karan Veer Mehra) તેની નવી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ ‘સિલા’ (Silla) માં તેના ખલનાયક અવતાર ‘ઝહરક’ની પહેલી ઝલક સામે આવી છે, જે હવે વધુને વધુ વાયરલ થઈ રહી છે.
સિલા ફર્સ્ટ લુક કરણવીર વીર મહેરા ઝહરક
મેરી કોમ અને ‘સરબજીત’ જેવી શક્તિશાળી ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક ઓમંગ કુમાર હવે ‘સિલા’ નામની રોમેન્ટિક-એક્શન ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સાદિયા ખતીબ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, પરંતુ જે સૌથી વધુ ચર્ચામાં છે તે છે કરણ વીર મહેરાનો ખતરનાક અને આક્રમક વિલન લુક. કરણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આ લુક શેર કર્યો છે જેને હવે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, આ એવો લુક છે કે કરણવીરને બિલકુલ ઓળખી શકાય તેમ નથી.
કરણવીરે સોશિયલ મીડિયા પર પોતાનો લુક શેર કર્યો અને લખ્યું ‘ખુદ હી ખુદા, ખુદ હી ઇન્સાફ!’ કરણવીરની આ એક પંક્તિએ ચાહકોને તેના પાત્રની ઊંડાઈ અને ભયાનકતાનો ખ્યાલ આપ્યો છે. પોસ્ટરમાં કરણવીર લોહીથી લથપથ શરીર, લાંબા ગૂંચવાયેલા વાળ અને હાથમાં તલવાર સાથે યુદ્ધ માટે તૈયાર જોવા મળે છે. તેની આંખોમાં આગ અને શરીર પર લોહીના ડાઘ તેને એક નિર્દય યોદ્ધા તરીકે દર્શાવે છે.
ફિલ્મ ‘ઝહરક’માં કરણ વીરનું પાત્ર ખૂબ જ ‘ખતરનાક’, ‘તીવ્ર’ અને ‘ડરામણું’ ગણાવાઈ રહ્યું છે. ઘણા ચાહકોએ તેના લુક પર કમેન્ટ પણ કરી છે. તેના ચાહકોને તેનો લુક ગમ્યો છે. ઘણા લોકોએ તેને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મુવી સ્ટોરી સમીર જોશીએ લખી છે, જ્યારે સંવાદો આરંભ એમ. સિંહે લખ્યા છે. મ્યુઝિક અંકિત તિવારી, સચેત-પરંપરા, શ્રેયસ પુરાણિક અને એલેક્સિયા એવલિન જેવા પ્રતિભાશાળી સંગીતકારો દ્વારા રચિત છે. આ ટીમે પહેલાથી જ ઘણા હિટ ગીતો આપ્યા છે, જેનાથી અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.