Kareena Kapoor Affairs : આ એક્ટર્સ સંગ કરીના કપૂરના ઇશ્કની ચર્ચાઓ તેજ થઇ હતી, એક સાથેનો એમએમએસ પણ લીક થઇ ગયો હતો

Kareena Kapoor Affairs : શ્રીમતી પટૌડી બનતા પહેલા ઘણા કલાકારો સાથે કરીના કપૂરના અફેરની અફવાઓ ઉડી હતી. આજે અમે આ અહેવાલમાં કરીનાના આવા જ કેટલાક વિવાદાસ્પદ અફેર વિશે વાત કરીશું.

Kareena Kapoor Affairs : શ્રીમતી પટૌડી બનતા પહેલા ઘણા કલાકારો સાથે કરીના કપૂરના અફેરની અફવાઓ ઉડી હતી. આજે અમે આ અહેવાલમાં કરીનાના આવા જ કેટલાક વિવાદાસ્પદ અફેર વિશે વાત કરીશું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
kareena kapoor| kareena kapoor Birthday| Kareena Kapoor Affairs| Kareena Kapoor and Saif Ali khan

Kareena Kapoor : આ એક્ટર્સ સાથે કરીના કપૂરના ઇશ્કની ચર્ચાઓ તેજ થઇ હતી

Kareena Kapoor Birthday : કરીના કપૂર બોલિવૂડની ખૂબ જ પ્રતિભાશાળી અને સફળ અભિનેત્રી પૈકી એક છે. કરીના કપૂર માત્ર એક્ટિંગમાં જ નહીં પરંતુ સ્ટાઇલમાં પણ દિવા છે. એક્ટ્રેસે લગ્ન કર્યા, બે બાળકો થયા પરંતુ અભિનેત્રીનો ચાર્મ ખતમ જ નથી થતો. આ ચાર્મના કારણે કરીનાએ ઘણા સ્ટાર્સને પોતાના દિવાના બનાવી દીધા. કેટલાક અભિનેત્રીના પ્રેમમાં એટલા પાગલ થઇ હતા કે તેઓ તેમના લગ્ન જીવનને દાવ પર મૂકવા તૈયાર હતા. શ્રીમતી પટૌડી બનતા પહેલા ઘણા કલાકારો સાથે કરીનાના અફેરની અફવાઓ ઉડી હતી. આજે અમે કરીનાના આવા જ કેટલાક વિવાદાસ્પદ અફેર વિશે વાત કરીશું.

Advertisment

કરીનાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે ટીનેજમાં હતી ત્યારે તેને સ્કૂલમાં કોઈ ગમ્યું હતું. કરીનાને તે છોકરો એટલો ગમ્યો કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેનો પરિવાર નાની ઉંમરમાં અભિનેત્રીના અફેરને પચાવી શક્યો નહીં અને તેઓએ તેને વધુ સમય સુધી ચાલવા દીધું નહીં. મીડિયા અહેવાલો અનુસાર, તે ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનો પુત્ર વિકી નિહલાની હતો, જેના પર અભિનેત્રી પોતાનું દિલ આપી બેઠી હતી.

અભિનયની દુનિયામાં એન્ટ્રી કર્યા પછી કરીના કપૂરનું નામ તે સમયે પરિણીતી એક્ટર હ્રિતિક રોશન સાથે ચર્ચામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, બંને કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના શૂટિંગ દરમિયાન નિકટ આવ્યા હતા. આ ફિલ્મ સિવાય બંને યાદેં, મુઝસે દોસ્તી કરોગી અને મૈં પ્રેમ કી દીવાની હું જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. વર્ષ 2000ની આસપાસ મીડિયામાં તેમના અફેરની ચર્ચાઓ ચાલી હતી. એવું પણ કહેવાય છે કે બંનેની નિકટતાથી નારાજ થઈને અભિનેતાના પિતા રાકેશ રોશને હ્રિતિક પર કરીના સાથે ફિલ્મ સાઈન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Advertisment

સૈફ અલી ખાન પહેલા કરીનાના જીવનમાં વધુ એક ખાન આવ્યો હતો. ફિલ્મ 'ફિદા'ના શૂટિંગ દરમિયાન ફરદીન અને કરીના વચ્ચે નિકટતા વધતી હોવાના અહેવાલો આવ્યા હતા.

આ પછી કરીના કપૂર અને શાહિદ કપૂર એક સાથે હોવાના સમાચારે જોર પકડ્યું હતું. આ વાત અભિનેત્રીએ કબૂલી પણ હતી. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કબૂલ્યું હતુ કે, તે શાહીદ કપૂરના પ્રેમમાં પાગલ હતી. પરંતુ એક્ટરે તેને કોઇ ભાવ આપ્યો નહીં. જ્યારે એક્ટ્રેસે મહિનાઓ સુધી કોલ્સ, મેસેજ કરતી હતી. આ ઉપરાંત કરીના શાહીદને સ્ટોક પણ કરવા લાગી હતી. જ્યાં સુધી શાહીદ કપૂર માન્યો નહીં ત્યાં સુધી એક્ટ્રેસ કોશિશ કરતી રહી. આ પછી શાહીદ કપૂર અને કરીના કપૂરનું અફેર ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું. એક વાર તો તેનો મેસેજ પણ લીક થઇ ગયો હતો. જેના પર ઘણી બબાલ મચી ગઇ હતી.

કરીના કપૂર અને શાહીદ કપૂરે લગભગ એકબીજાને સતત પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. પરંતુ તેમના સંબંધોમાં ફિલ્મ જબ વી મેટ દરમિયાન ખટાશ આવી ગઇ હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં તેમના સંબંધોનો પણ અંત આવી ગયો. મહત્વનું છે કે, 'જબ વી મેટ' એકમાત્ર એવી ફિલ્મ હતી જે કરીના અને શાહિદની એકસાથે હિટ ફિલ્મ હતી.

આ પણ વાંચો :Kareena Kapoor : આ પાત્રએ કરીના કપૂરની બદલી નાંખી ઇમેજ, ગ્લેમર ડોલથી બની એક્ટ્રેસ, આ છે અભિનેત્રીના 5 બેસ્ટ મુવી

શાહિદ કપૂરથી અલગ થયા બાદ કરીનાના જીવનમાં સૈફ અલી ખાન આવ્યો હતો. ફિલ્મ ટશન દરમિયાન બંને વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ તેમની જોડી હિટ થઈ હતી અને લગભગ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ 2012માં લગ્ન કરી લીધા હતા.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ