/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-21T073030.005.jpg)
Kareena Kapoor : કરીના કપૂર બર્થડે ફાઇલ તસવીર
Kareena Kapoor Movies : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કપૂર પરિવારનું નામ હિન્દી સિનેમાની સાથે-સાથે ચાલે છે. સિનેમામાં આ પરિવારનું યોગદાન ફિલ્મોના ઈતિહાસમાં નોંધાયેલું છે. હાલમાં રણબીર કપૂર અને કરીના કપૂર ખાન પરિવારના આ વારસાને શક્ય તેટલી મજબૂત રીતે આગળ વધારી રહ્યા છે. કરીના તેની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહી છે. કરીના કપૂર આજે 21 સપ્ટેમ્બરે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગ પર બેબોની કેટલીક યાદગાર ભૂમિકાઓ વિશે વાત કરીએ, જેણે અભિનેત્રી તરીકે અફાર સફળતા અપાવી દિગ્ગજ અભિનેત્રીનું સ્થાન મેળવ્યું.
કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોડ મુંબઇમાં થયો હતો. બેબોએ 2000માં આવેલી ફિલ્મ 'રેફ્યુજી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કરીના કપૂર હાલમાં તેના OTT ડેબ્યૂને કારણે સતત સમાચારમાં છે. કરીના કપૂરના જન્મદિવસ નિમિત્તે 'જાને જાન' નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી રહી છે.
ચમેલી મુવી
સુધીર મિશ્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી. આ પહેલી ફિલ્મ હતી જેમાં કરીના ગ્લેમ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે વેશ્યાવૃત્તિ કરતી યુવતીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં વિશેષ પુરસ્કાર એનાયત કરાયો હતો.
ઓમકારા મુવી
વર્ષ 2006માં રિલીઝ થયેલી આ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી અને કરીના કપૂરની એક્ટિંગને ઘણી પ્રશંસા મળી હતી. આ માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મ ઓમકારામાં કરીનાની સાથે અજય દેવગન, સૈફ અલી ખાન, વિવેક ઓબેરોય અને બિપાશા બાસુ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હાલ આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.
જબ વી મેટ મુવી
વર્ષ 2007માં રિલીઝ થયેલી આ એક શાનદાર રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું. જબ વી મેટમાં, કરીનાએ પડદા પર એક ચુલબૂલી અને બિન્દાસ્ત છોકરીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથેની તેની જોડી પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તમે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર જોઈ શકો છો.
હીરોઇન મુવી
વર્ષ 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગ્લેમરથી ભરપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની કહાની દર્શાવે છે, જેનું દિગ્દર્શન પીઢ દિગ્દર્શક મધુર ભંડારકર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કરીનાએ એક એવી અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી જેનું સ્ટારડમ ઘટવા લાગ્યું છે અને તેને બચાવવા માટે તે તમામ યુક્તિઓ અપનાવી રહી છે. ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ, રણદીપ હુડા અને દિવ્યા દત્તા જેવા કલાકારો જોવા મળ્યા હતા. તમે આ ફિલ્મ એપલ ટીવી પર જોઈ શકો છો.
આ પણ વાંચો : Dev Anand Bunglow : દેવા આનંદનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, 400 કરોડમાં ડીલ ફાઇનલ થઇ
ઉડતા પંજાબ
પંજાબમાં પોપ અને ડ્રગ્સનો પ્રભાવ દર્શાવતી આ ફિલ્મ છે. ઉડતા પંજાબમાં કરીના કપૂર એક ડૉક્ટરની ભૂમિકામાં છે જે પંજાબમાંથી ડ્રગ્સના ઝેરને જડમૂળથી ઉખેડવા માંગે છે. ફિલ્મમાં કરીનાની સાથે શાહિદ કપૂર, દિલજીત દોસાંઝ અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us