kareena kapoor Express Adda : કરીના કપૂર બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી છે. એક સમયે કરીના કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી ત્યારે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આ પછી જ્યારે કરીના 2016માં ગર્ભવતી થઈ ત્યારે તેણે થોડા સમય માટે પોતાને સિલ્વર સ્ક્રીનથી દૂર કરી દીધી હતી. જો કે કરીના કપૂરે ફિલ્મી દુનિયામાં કમબેક કર્યું છે. કરીના કપૂર સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ‘જાને જાન’થી ઓટીટી ડેબ્યૂ કરી રહી છે. કરીના કપૂર 11 સપ્ટેમ્બરે સોમવારે ઇન્ડિયન એક્સપ્રેસ અડ્ડામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી. આ તકે તેણે તેના લગ્ન, કરિયર અને સોશિયલ મીડિયા અંગે ખુલાસા કર્યા હતા.
કરીના કપૂરની આગામી ફિલ્મ ‘જાને જાના’ કીગો હિગાશિનોની સૌથી વધુ વેચાતી નવલકથા ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે. જે કરીના કપૂરના જન્મદિવસ 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ તકે કરીના કપૂરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ અડ્ડામાં જણાવ્યું હતું કે, ‘હું નર્વસ હતી. કારણ કે આ ફિલ્મ લોકો ઘરે બેઠા જોવાના છે. લોકો OTT પર કંઇ પણ જોતા સમયે ખુબ જ ચોક્કસ રહે છે. સિનેમાઘરોમાં લોકો પોપકોર્ન અને ગીતોની મજા માણે છે. આ મારા માટે એક અતરંગ અનુભવ હતો.’
કરીના કપૂરના અભિનયની દુનિયામાં 23 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ દરમિયાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે જોયેલા બદલાવ અંગે કહ્યું કે, ‘મીડિયાનો આભાર. જે રીતે પુરૂષ અને મહિલા અભિનેત્રીમાં સાથે વર્તન કરવામાં આવતું હતું તેમાં બેહતર ફેરફાર થયો છે. તેમનું માનવું છે તે, બોલિવૂડે ઘણીવાર પોતાને આગળ વધારવાની કોશિશ કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં અમે માત્ર વિકસિત થયા છીએ.’
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તેણીને 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન પછી તેના સફળ ફિલ્મી કરિયરને મોટો ઝટકો લાગી શકે છે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ વિશે કરીના કપૂરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ અડ્ડામાં ખુલાસો કર્યો અને કહ્યું કે, તે સમયે હું સૈફના પ્રેમમાં પાગલ હતી અને મેં વિચાર્યું કે ચલો જોશું શું થશે એ.જેનું કારણ મારો આત્મવિશ્વાસ હતો. મારી સાસુ શર્મિલા ટાગોરે મને વિશ્વાસ આપ્યો હતો.
આ સાથે કરીના કપૂરે જણાવ્યું કે, મારા સાસુએ કહ્યું કે, સૈફના જન્મ પછી તેણે ઘણી અદ્ભૂત ફિલ્મોમાં કામ કર્યું. તેઓએ કહ્યું સૈફ એવા ઘરથી છે જ્યાં મહિલાઓ સૌથી આગળ છે.
કરીના કપૂરે તેની અને સૈફ વચ્ચેના ઉંમરના તફાવત વિશે પણ ખુલીને વાત કરતા કહ્યું કે, ‘તેને ન તો ઉંમરનો તફાવત ન તો અલગ ધર્મ વિશે ચિંતા હતી. ઉંમરનું મહત્વ છે? હું ખુશ છું કે તેનાથી 10 વર્ષ નાની છું. ઉંમર એટલી મહત્વ ધરાવતી નથી. બસ મહત્વનું છે પ્રેમ, સમ્માન.’
અલગ ધર્મ વિશે કરીના કપૂરે જણાવ્યું હતું કે, ‘અમે આંતરધર્મ ની ચર્ચા કરવામાં ઘણો સમય અને શક્તિ ખર્ચીએ છીએ. મહત્વની વાત મોજ-મસ્તી કરવી છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. તેમજ એકબીજાની કંપીનીનો આનંદ લઇએ છીએ. તેનાથી કોઇ ફર્ક પડતો નથી કે તેની ઉંમર શું છે અને અમે ક્યાં ઘર્મનું પાલન કરીએ છીએ. ખરેખર આ ચર્ચાનો વિષય નથી.’
કરીના કપૂરે સોશિયલ મીડિયા વિશે કહ્યું કે, ‘એક મુખ્ય સેલિબ્રિટી હોવાને કારણે તે સોશિયલ મીડિયાના ખત્તરાથી સારી રીતે વાકેફ છે. એક્ટ્રેસે યુવાનો પર તેની નકારાત્મક અસર વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે,સોશિયલ મીડિયાનું એક નિશ્વિત રૂપ છે. જેને દરેક અપનાવા માગે છે. જે ખૌફનાક છે. જે મામલે કોઇએ તો માનસિક રીતે મજબૂત થઇને કહેવું પડશે કે, મજબૂત બનો, પોતાની વાત પર મક્કમ રહો, કોઇના કહેવાથી ઉશ્કેરાવું નહીં. દરેકે ખુદને એ જ રીતે પ્રેમ કરવો જોઇએ જેવા તે છે. આ વિશે મિત્રો અને પરિવારને જણાવતું રહેવું જોઇએ. જેથી સુરક્ષા મળે. આની શરૂઆત ઘરેથી જ થશે. આપણે બાળકોને નાની ઉંમરથી જ આત્મવિશ્વાસ આપવો જોઇએ.’
વધુમાં કરીના કપૂરે કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાના સમયમાં બાળકોનું પાલન-પોષણ કરવું કઠિન છે. તેના પુત્ર તૈમુર પ્રતિ પૈપરાઝીના ઝનૂનન કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન માટે પડકારજનક છે. જ્યારે ફોટોગ્રાફર્સ તૈમુરના ફોટા માટે પાછળ ભાગતા હતા ત્યારે જો તેનો ચહેરો છુપાવ્યો હોત તો તેના પર વધુ ગંભીર અસર પડેત. આવી સ્થિતિમાં જ્યારે તૈમુર 4 વર્ષનો થયો ત્યારે તેણે આ અંગે પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. જ્યારે મેં તેને સમજાવ્યો તો તેણે કહ્યું કે તે મશહૂર નથી. તેઓ મારા ફોટો કેમ ક્લિક કરે છે? આ ઉપરાંત કરીના કપૂરે જણાવ્યું હતું કે, તે ઇચ્છે છે કે તેના બાળકો એક સામાન્ય જીવન જીવે અને આનંદ માણે. ‘





