Kareena Kapoor Khan The Buckingham Murders Teaser Out: કરીના કપૂર ખાન અપકમિંગ થ્રિલર મૂવી ધ બકિંગહામ મર્ડર્સ માં જોવા મળશે. ધ બકિંગહામ મર્ડર્સ ફિલ્મનું શાનદાર ટીઝર પણ રિલીઝ થયું છે. એકતા આર કપૂર અને હંસલ મહેતાની નવી ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ માં કરીના કપૂર ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ થતા જ વાયરલ થઈ ગયું છે અને ચાહકો આ ફિલ્મને જોવા માટે ઉત્સાહિત છે.
તમે હંસલ મહેતાના ફેન છો, તમને ખબર જ હશે કે તેમની સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ બાકીના ફિલ્મમેકર્સથી કેમ અલગ છે. હંસલ મહેતા તેમની અલગ સ્ટાઇલમાં કામ કરવા માટે જાણીતા છે. પરંતુ આ વખતે તે સસ્પેન્સ થ્રિલરની દુનિયામાં એંગેજિંગ નરેટિવ સાથે પગ મૂકવા જઈ રહ્યા છે. આ કરીના કપૂર ખાનની અન્ય ફિલ્મો કરતા બિલકુલ અલગ હશે. ટીઝરમાં તમે કરીનાના ઇન્ટેન્સ અને થ્રિલિંગ એક્ટિંગની ઝલક જોઇ શકો છો.
ધ બકિંગહામ મર્ડર્સ માં કરીના કપૂર ખાનનું પહેલા શાનદાર પોસ્ટર આવ્યું અને હવે ટીઝર જોઇ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન એક પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે. જેને જોવી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. ફેન્સ કરીનાને મિસ્ટ્રી થ્રિલરમાં જોવા માટે ઉત્સાહિત છે. વીરે દી વેડિંગ અને ક્રૂ મૂવી બાદ કરીના કપૂર ખાન અને એકતા આર કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે અને આશા છે કે આ વખતે પણ કંઈક નવું જોવા મળશે.
આ પણ વાંચો | ગદર 3 મૂવી માટે લાંબી રાહ જોવી પડશે? ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યો ખુલાસો
બકિંગહામ મર્ડર્સ ક્યારે રિલીઝ થશે?
બકિંગહામ મર્ડર્સ મૂવી 13 સપ્ટેમ્બર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન સાથે એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન પણ છે. આ ફિલ્મને હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા નસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે લખી છે. એકતા કપૂર સાથે કરીના કપૂર પણ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહી છે.





