/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/kareena-kapoor-special-birthday-post-for-her-sister-Karishma-Kapoor.jpg)
કરિશ્મા કપૂર ના બર્થ પર કરીના કપૂરએ બહેન માટે ખાસ પોસ્ટ શેર કરી, જુઓ
કરિશ્મા કપૂર (karishma kapoor) તેના પૂર્વ પતિ સંજય કપૂર ના અવસાન બાદ ચર્ચામાં છે, કરિશ્મા આજે પરિવારની પ્રિય અને 90ના દાયકાની પીઢ અભિનેત્રી કરિશ્મા કપૂર આજે પોતાનો 51મો બર્થ ડે (Karishma Kapoor Birthday) ઉજવી રહી છે. આ પ્રસંગે, તેમના ચાહકોની સાથે, ઘણા સેલેબ્સ પણ કરિશ્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ લિસ્ટમાં, કરિશ્માની બહેન અને અભિનેત્રી કરીના કપૂર કેમ બાકી રહે!
કરિશ્મા કપૂરની બહેન અને અભિનેત્રી કરીના કપૂરએ પણ તેને બર્થ ડે શુભેચ્છા પાઠવી છે, કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરતી વખતે કરિશ્મા માટે નોટ પણ શેર કરી છે જેમાં આવું લખ્યું છે, જાણો
કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર માટે ખાસ જન્મદિવસની પોસ્ટ
કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની બહેન કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાનનો એક જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટો કોઈ આલ્બમમાંથી ક્લિક કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ ફોટામાં, કરિશ્મા આંખો પર બ્લેક ચશ્મા સાથે ઓફ-શોલ્ડર ફ્લોરલ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. સૈફ અલી ખાન કાળો કોટ, સફેદ શર્ટ અને આંખો પર ચશ્મા સાથે ગુલાબી ટાઈ પહેરીને ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે.
આ તસવીર શેર કરતી વખતે કરીનાએ પોતાની બહેન માટે એક સુંદર નોટ પણ લખી. સૈફ-કરિશ્માના આ ફોટોને પોતાની ફેવરિટ તસવીર ગણાવતા, કરીનાએ કરિશ્મા માટે લખ્યું, 'દુનિયાની સૌથી મજબૂત અને બેસ્ટ છોકરી. આ વર્ષ આપણા માટે મુશ્કેલ રહ્યું છે. પરંતુ જેમ કહેવાય છે, મુશ્કેલ સમય લાંબો સમય ટકતો નથી. મારી બહેન, મારી માતા, મારી બેસ્ટ ફ્રેન્ડ. જન્મદિવસની શુભકામનાઓ લોલો.'
કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર વિશે
તાજેતરમાં કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન થયું હતું. સંજય તે સમયે લંડનમાં હતો, જ્યાં પોલો રમતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. જોકે, કરિશ્મા અને સંજયના વર્ષ 2016માં છૂટાછેડા થઈ ગયા. બંનેના લગ્ન વર્ષ 2003માં થયા હતા. આ દંપતીને બે બાળકો પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us