બોલિવૂડમાંથી પ્રશંસકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડની ત્રણ મહાન હસ્તી કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનન એક સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા જઇ રહી છે. આ સાથે દર્શકોનું પણ ભરપૂર મનોરંજન કરશે. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનન સાથે સ્ક્રીન પર જોવા મળશે. ત્યારે રસ્પ્રદ વાત એ છે કે આ ત્રિપૂટી દર્શકોનું દિલ જીતી શક્શે?
આ અભિનેત્રીઓ કઇ ફિલ્મમાં સાથે જોવા મળશે તે અંગે વાત કરીએ તો આ ત્રિપૂટી એકતા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ વિશે ક્રિતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી માહિતી આપી છે.
રિયા કપૂરે આ પહેલા ‘વીરે દિ વેડિંગ’માં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને એક સાથે સ્ક્રિન પર લાવી હતી. જેમાં સોનમ કપૂર, કરીના કપૂર ખાન તેમજ સ્વરા ભાસ્કર સહિત અભિનેત્રીઓ કલાકારી કરી હતી. ત્યારે જોઇએ કે આ ફિલ્મમાં આ ત્રણેય અભિનેત્રીઓ એકસાથે કેવો જલવો બતાવે છે. મહત્વનું છે કે, ફિલ્મ કંઇ ગાથા પર આધારિત છે તેમજ કઇ તારીથે રિલીઝ થશે તે અંગે હજુો કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
કૃતિ સેનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલ અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કૃતિએ જણાવ્યુ હતું કે, “હું હંમેશા મજબૂત પાત્રો અને અનોખી વાર્તાઓ માટે આતુર છું અને ‘ધ ક્રૂ’ તેમાંથી એક છે. આ સાથે કૃતિ સેનને જણાવ્યું હતુ કે, પ્રતિભાના બે પાવરહાઉસ તબ્બૂ મેમ અને કરીના સાથે કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છું. કોમેડી ફિલ્મ ‘ધ ક્રૂ’ નિર્માણ એક્ચા અને રિયા કપૂર કરી રહી છે. તેમજ આ ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રિલીઝ કરવામાં આવશે.