Kareena Kapoor : કરીના કપૂર ખાન યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર તરીકે નિયુક્ત

Kareena Kapoor : કરીના અગાઉ યુનિસેફ ઇન્ડિયા માટે સેલિબ્રિટી એડવોકેટ તરીકે સેવા આપી હતી. એક્ટ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બાળકો, વિશ્વનું ભવિષ્ય છે. હવે ભારતના નેશનલ એમ્બેસેડર તરીકે યુનિસેફ સાથે મળીને હું કામ કરીશ.''

Kareena Kapoor : કરીના અગાઉ યુનિસેફ ઇન્ડિયા માટે સેલિબ્રિટી એડવોકેટ તરીકે સેવા આપી હતી. એક્ટ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બાળકો, વિશ્વનું ભવિષ્ય છે. હવે ભારતના નેશનલ એમ્બેસેડર તરીકે યુનિસેફ સાથે મળીને હું કામ કરીશ.''

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Kareena Kapoor UNICEF India

Kareena Kapoor : કરીના કપૂર ખાન યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર તરીકે નિયુક્ત (Kareena Kapoor)

Kareena Kapoor : યુનિસેફ ઇન્ડિયા (UNICEF India) એ શનિવારે બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ને નવા રાષ્ટ્રીય રાજદૂત (National Ambassador) તરીકે નિમણુંક કરી હતી. 2014 થી યુનિસેફ ઈન્ડિયા સાથે સંકળાયેલા કરીના, બાળકોના વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને જેન્ડર સમાનતા માટે બાળકના અધિકારનું રક્ષણ કરવા નોન પ્રોફિટ સંસ્થાને સપોર્ટ કરશે.

Advertisment

કરીના કપૂર ખાન : યુનિસેફ ઇન્ડિયા નેશનલ એમ્બેસેડર તરીકે નિયુક્ત

કરીના અગાઉ યુનિસેફ ઇન્ડિયા માટે સેલિબ્રિટી એડવોકેટ તરીકે સેવા આપી હતી. એક્ટ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બાળકો, વિશ્વનું ભવિષ્ય છે. હવે ભારતના નેશનલ એમ્બેસેડર તરીકે યુનિસેફ સાથે મળીને હું કામ કરીશ.''

Kareena Kapoor National Ambassador
Kareena Kapoor : કરીના કપૂર ખાન યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર તરીકે નિયુક્ત

આ પણ વાંચો: Heeramandi : હીરામંડીમાં લાહોર, મુસલમાન અને તવાયફની કહાની દ્વારા સંજય લીલા ભણશાલીનો પોલિટિકલ મેસેજ

Advertisment

એક્ટ્રેસે ઉમેર્યું કે, “હું નબળા બાળકો અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવીશ. ખાસ કરીને તેમના શિક્ષણ અને લિંગ સમાનતા માટે, દરેક બાળક માટે બાળપણએ સારું હોવું જોઈએ, સારી તક અને સારું ભવિષ્ય તેઓને મળવું જોઈએ.''

કરીના ઉપરાંત, યુનિસેફ ઇન્ડિયાએ તેના પ્રથમ યુવા વકીલોની પણ નિમણૂક કરી છે, જેઓ ક્લાઇમેટ એક્શન, મેન્ટલ હેલ્થ, ઇનોવેશન્સ અને ગર્લ્સ ઇન STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) જેવા મુદ્દાઓ પર પીઅર લીડર અને ચેમ્પિયન છે.

આ પણ વાંચો: Kantara chapter 1 : ‘કાંતારા ચેપ્ટર 1’ સિનેમાઘરોમાં ગદ્દર મચાવશે, જંગલમાં ભવ્ય શેટ, 20 દિવસમાં 600 લોકોની મહેનત પાણીમાં

યુનિસેફના ભારતના પ્રતિનિધિ સિન્થિયા મેકકેફ્રેએ કહ્યું કે ''તેઓ કરીના કપૂર ખાનને રાષ્ટ્રીય એમ્બેસેડર તરીકે આવકારતાં આનંદ અનુભવે છે. તે અનેક રાષ્ટ્રીય અને વૈશ્વિક ઝુંબેશમાં તેના સમર્થન દ્વારા ચેન્જ લાવ્યા છે. તે યુનિસેફ પરિવારમાં અમારા ચાર યુવા વકીલો સાથે યુનિસેફ ઇન્ડિયાના રાષ્ટ્રીય રાજદૂત તરીકે જોડાય છે. અમે તેની સાથે અને ચાર યુવા હિમાયતીઓ સાથે કામ કરવા આતુર છીએ અને બાળ અધિકારોની હિમાયત કરવાનું ચાલુ રાખીશું''

બ્રેકિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ