/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/karishma-kapoor-ex-husband-Sunjay-Kapoor-death.jpg)
karishma kapoor ex husband Sunjay Kapoor death | કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર અવસાન, પોલો રમતા બની ઘટના, કરીના કપૂર પતિ સૈફ સાથે બહેનના ઘરે પહોંચી
કરિશ્મા કપૂર (Karisma Kapoor) ના પૂર્વ પતિ સંજય કપૂર (Sunjay Kapoor) વિશે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 53 વર્ષીય સંજય કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બની ત્યારે તે ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો ગેમ રમી રહ્યો હતો, તેમને પોલો રમવાનો ખૂબ શોખ હતો.
સંજય કપૂર નિધન (Sunjay Kapoor passed away)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,સંજય કપૂરનું મૃત્યુ ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં થયું હતું, જ્યાં તે પોલો રમી રહ્યો હતો. રમત દરમિયાન સંજય અચાનક પડી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. સંજય કપૂર એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને તેમને પોલો રમવાનો ખૂબ શોખ હતો.
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું અવસાનના આ સમાચારની પુષ્ટિ ઉદ્યોગપતિ-લેખક-અભિનેતા સુહેલ સેઠે કરી હતી, જે સંજય કપૂરના નજીકના હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "@sunjaykapur ના નિધનથી ખૂબ દુઃખ થયું: તેમનું આજે સવારે ઇંગ્લેન્ડમાં અવસાન થયું. આ એક મોટું નુકસાન છે અને તેમના પરિવાર અને તેમના સાથીદારો @sonacomstar… ઓમ શાંતિ" પ્રત્યે ઊંડી સંવેદના છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે તેની બહેનના ઘરે પહોંચી હતી. આ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.
પાપારાઝી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે કરિશ્મા કપૂરના ઘરે પહોંચતી જોઈ શકાય છે. જ્યારે બીજા વીડિયોમાં, મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા, તેના પતિ અને પુત્ર સાથે કરિશ્માના ઘરે જતી જોઈ શકાય છે. મલાઈકા પોતાનો ચહેરો છુપાવીને ખૂબ જ ભાવુક થતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઇન્ટરનેટ યુઝર્સ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
Ahmedabad Plane Crash: બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઇનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
કરિશ્મા કપૂર સંજય કપૂરના છૂટાછેડા (karishma kapoor Sunjay Kapoor divorce)
કરિશ્મા કપૂર વર્ષ 2003 માં ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. પછી 2016 માં તેમના છૂટાછેડા થઈ ગયા. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. કરિશ્મા કપૂર અને સંજયને બે બાળકો છે, પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. બંને બાળકો કરિશ્મા સાથે મુંબઈમાં રહે છે.
સંજય કપૂરથી છૂટાછેડા લીધા બાદ કરિશ્માએ તેના લગ્ન જીવનના ખરાબ અનુભવો શેર કર્યા. અભિનેત્રીએ તેના પૂર્વ પતિ પર ઘણા આરોપો લગાવ્યા અને ઘણા ખુલાસા કર્યા હતા. કરિશ્માએ કહ્યું કે સંજય તેની માતા સાથે મળીને તેને ખૂબ હેરાન કરતો હતો. અભિનેત્રીએ મારપીટનો પણ ખુલાસો કર્યો હતો. સંજય કપૂરથી છૂટાછેડા લીધા પછી, કરિશ્મા ફરીથી અભિનયમાં સક્રિય થઈ ગઈ હતી. તાજેતરમાં, તે કેટલાક રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us