Bigg Boss Kannada : કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (KSPCB) પર્યાવરણીય નિયમોના ગંભીર ઉલ્લંઘનને ટાંકીને બેંગલુરુ દક્ષિણ જિલ્લાના બિદાદી ખાતે રિયાલિટી શો ‘બિગ બોસ કન્નડ’ના સ્ટુડિયોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
બોર્ડે 6 ઓક્ટોબરના રોજ વેલ્સ સ્ટુડિયોઝ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (જોલી વુડ સ્ટુડિયોઝ એન્ડ એડવેન્ચર્સ) ને નોટિસ ફટકારી હતી, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સ્થળ પરની બધી પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.
સત્તાવાર નિવેદનમાં KSPCB એ જણાવ્યું હતું કે પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 અને હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ ઇન્સ્ટોલેશન અને સંચાલન માટે જરૂરી સંમતિ મેળવ્યા વિના ઉપરોક્ત પરિસરનો ઉપયોગ મોટા પાયે મનોરંજન અને સ્ટુડિયો કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે.
તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવા કહ્યું
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને, તમને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવા અને નિર્ધારિત સમયગાળાની અંદર આ ઓફિસમાં સ્પષ્ટતા રજૂ કરવા નિર્દેશ આપવામાં આવે છે.
બંધ કરવાના આદેશની નકલો રામનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર, બેસ્કોમના મેનેજિંગ ડિરેક્ટર અને રામનગરા તાલુકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) ને પણ મોકલવામાં આવી છે, જેથી તેઓ આ નિર્દેશના અમલીકરણમાં સંકલન કરી શકે.
આ પણ વાંચો – શિલ્પા શેટ્ટી ફ્રોડ કેસ: EOWની તપાસ, 5 કલાકની પૂછપરછમાં શું કબૂલ્યું?
નોટિસમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા સંબંધિત પર્યાવરણીય કાયદાઓ હેઠળ દંડનીય કાર્યવાહીને પાત્ર બનશે.
અભિનેતા કિચ્ચા સુદીપ હોસ્ટ કરે છે
અભિનેતા કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ‘બિગ બોસ કન્નડ’નું શૂટિંગ ઘણા વર્ષોથી બિદાદીમાં વિશેષ રુપથી બનાવવામાં આવેલા સેટ પર કરવામાં આવે છે. આ શો રાજ્યના સૌથી વધુ જોવાતા ટેલિવિઝન કાર્યક્રમોમાંથી એક છે.