/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/kartik-aaryan-birthday.jpg)
Kartik Aaryan : કાર્તિક આર્યન ફાઇલ તસવીર
Kartik Aaryan Birthday : બોલિવૂડનો યંગ અને લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં સ્થાન ધરાવનાર અભિનેતા કાર્તિક આર્યન આજે 22 નવેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. કાર્તિક આર્યનની બોલિવૂડમાં ચોકલેટી બોય અને લવર બોય તરીકે છાપ સ્થાપિત થઇ છે. કાર્તિકની ડેશિંગ પર્સનાલિટી અને કિલર સ્માઇલના લાખો-કરોડો લોકો દિવાના છે. કાર્તિક આર્યન શાનદાર એક્ટરની સાથે સોશિયલ મીડિયા પર જબરી ફેન ફોનોલઇંગ ધરાવે છે. બોલિવૂડના રાઇઝિંગ સુપરસ્ટાર કાર્તિક આર્યન તગડી નેટવર્થનો માલિક છે.
એક સમયે મુંબઈમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો આ અભિનેતા હવે મોટી સંપત્તિ ધરાવે છે. તે ઘણી મોંઘી વસ્તુઓનો માલિક બની ગયો છે. અભિનેતાએ તેના કરિયરમાં છેલ્લા 12 વર્ષમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તેની ફિલ્મોનો બોક્સ ઓફિસ ગ્રાફ સારો રહ્યો છે. ગયા વર્ષે કાર્તિક આર્યનએ તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
કાર્તિક આર્યન પોતાની એક્ટિંગના દમ પર નામ કમાયો છે. આ સિવાય તેણે ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યનની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. આ સિવાય તે ઘણી મોંઘી વસ્તુઓનો માલિક છે.
કાર્તિક આર્યન પાસે મુંબઈના વર્સોવામાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે જેમાં તે પોતે એક સમયે ભાડે રહેતો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ એપાર્ટમેન્ટ કાર્તિક આર્યન દ્વારા વર્ષ 2019માં ખરીદ્યું હતું. આ માટે તેણે 1.60 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
વર્ષ 2022માં 'ભૂલ ભુલૈયા 2'ની જોરદાર સફળતા બાદ નિર્માતા ભૂષણ કુમારે અભિનેતાને લક્ઝરી કાર મેકલેરેન જીટી ભેટમાં આપી હતી. તેની કિંમત 3.72 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત કાર્તિક આર્યન પાસે Lamborghini Urus Capsule કાર છે. તેણે તેને વર્ષ 2021માં ખરીદ્યી હતી. 3.45 કરોડ હોવાનું કહેવાય છે. તે જ સમયે, કાર્તિક આર્યન BMW 5 સીરીઝ 520Dના માલિક પણ છે જેને તેણે 2017માં પણ ખરીદ્યો હતો.
કાર્તિક આર્યનએ તેની માતા માલા તિવારીને મિની કૂપર એસ કન્વર્ટિબલ કાર ગિફ્ટ કરી હતી. તે ઘણીવાર આ કારમાં સવારી કરતો જોવા મળે છે. તેની કિંમત 45 લાખ રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us