Kartik Aaryan | કાર્તિક આયર્ન બર્થ ડે પર ગોવામાં, બીચ પરથી સનસેટના ફોટા કર્યા શેર

Kartik Aaryan | કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો એક્ટરે અનુરાગ બાસુના દિગ્દર્શિત એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી પર તૃપ્તિ ડિમરી સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

Written by shivani chauhan
November 22, 2024 09:44 IST
Kartik Aaryan | કાર્તિક આયર્ન બર્થ ડે પર ગોવામાં, બીચ પરથી સનસેટના ફોટા કર્યા શેર
કાર્તિક આયર્ન બર્થ ડે મનાવવા ગોવામાં, બીચ પરથી સનસેટના ફોટા કર્યા શેર

Kartik Aaryan | ભૂલભૂલૈયા 3 હીરો કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં ગોવામાં વેકેશન માણી રહ્યો છે. અભિનેતાએ નૈસર્ગિક બીચમાંથી સૂર્યાસ્ત જોવાનો આનંદ પણ માણ્યો હતો. એક્ટર 22 નવેમ્બરના રોજ તેના જન્મદિવસ પહેલા યુવા સ્ટારે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેનાથી તેના ચાહકોએ તેની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં શુભેરછાઓ પાઠવી રહ્યા છે.

કાર્તિક આર્યન બર્થડે (Kartik Aaryan Birthday)

22 નવેમ્બરના રોજ ઘડિયાળમાં 12 વાગે તેના થોડા કલાકો પહેલાં કાર્તિક આર્યનએ ગોવામાં સૂર્યાસ્ત જોતાની પોતાની 3 ફોટોઝ શેર કરી હતી. ફોટામાં અભિનેતા સફેદ પેન્ટની જોડી સાથે ગુલાબી શર્ટ પહેરેલો દેખાતો હતો. તેણે તેના પગને સ્પર્શતા દરિયાઈ વેવનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવા વચ્ચે આરાધ્યાનું બર્થ ડે સેલિબ્રેશન, તસવીરો આવી સામે

ફોટોઝ ક્લિક્સ પોસ્ટ કર્યા બાદ તરત જ તેના ચાહકો કમેન્ટ સેક્શનમાં ગયા, જેમાંથી એક પ્રશંસકે લખ્યું, “સમુદ્ર, સૂર્યાસ્ત અને તમારા જન્મદિવસની પૂર્વસંધ્યા” જ્યારે બીજાએ લખ્યું, “તમે કે દૃશ્ય વધુ સુંદર શું છે તે નક્કી નથી કરી શકતા!”

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ અને શો નિર્માતા અસિત મોદી વચ્ચે ફરી તકરાર, શો છોડવાની આપી ધમકી

કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો એક્ટરે અનુરાગ બાસુના દિગ્દર્શિત એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી પર તૃપ્તિ ડિમરી સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. ઈન્ડસ્ટ્રીના એક ઈન્સાઈડર અનુસાર ‘કાર્તિક આર્યન લવ સ્ટોરીઝનો મોટો ચાહક છે અને તે અનુરાગ બાસુ સાથે આ સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલાક સ્ક્રિપ્ટ રીડિંગ સેશન થઈ ચૂક્યા છે.

Kartik Aaryan Pati Patni Aur Woh (કાર્તિક આર્યન પતિ પત્ની ઓર વો)

રિપોર્ટ્સ અનુસાર આ કોમેડી ડ્રામા ફિલ્મ પતિ પત્ની ઓર વોમાં રવિના કાર્તિક આર્યન સાથે જોવા મળી શકે છે. એક સૂત્રએ તેમને જણાવ્યું હતું કે, “રવીના ટંડન મુદસ્સર અઝીઝ સાથે પતી પત્ની ઔર વો 2 માટે વાતચીત કરી રહી છે. તેને આ કોમેડી ડ્રામાની સિક્વલમાં સિઝલિંગ રોલ ઓફર કરવામાં આવ્યો છે અને તે આ ફિલ્મની રાહ જોઈ રહી છે.

રિપોર્ટ અનુસાર રવિનાનું પાત્ર કાર્તિક આર્યનના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરતું જોવા મળશે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ઉનાળામાં શરૂ થવાની આશા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. ‘ભૂલ ભુલૈયા 3’ પછી ‘પતિ પત્ની ઔર વો’ કાર્તિક આર્યનની બીજી મોટી ફ્રેન્ચાઈઝી હશે, જેમાંથી તે અને તેના ચાહકોને ઘણી અપેક્ષાઓ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ