કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રોહિત ધવને પ્રોડ્યુસ કરી છે. રોહિત ધવન સાથે કાર્તિકની આ પહેલી ફિલ્મ છે. આ એક કોમેડી ફિલ્મ છે, તેનું ટ્રેલર દર્શકોને ખુબ પસંદ આવ્યું છે. આવી પરિસ્થિતિમાં એવી ચર્ચાને વેગ મળ્યો છે કે ‘શહેજાદા’ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. આ ચર્ચાએ મનોરંજન બજારને ગરમ કર્યું છે. કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘શહેજાદા’ ની શરૂઆતના દિવસે જ એડવાન્સ બુકિંગના મામલે કુલ 21,000 ટિકિટ વેચી છે. જેના આધારે ફિલ્મ વિવેચકો મોટી ભવિષ્યવાણી કરી છે. જે અંગે વાંચો આ અહેવાલમાં….
‘શહેજાદા’માં કાર્તિક આર્યન, કૃતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય સહિત સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે, જેનું નિર્માણ ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ, અમન ગિલ અને કાર્તિક આર્યન દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેડ એક્સપર્ટના મતે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળવાનો છે.
ઉલ્લેખનીય છે કે,પઠાણ રિલીઝ થયાના ચાર અઠવાડિયા થવા આવ્યા છે અને આ શુક્રવારે પણ ફિલ્મે 10,000 એડવાન્સ ટિકિટ વેચી છે, જ્યારે કાર્તિકની ફિલ્મે તેના શરૂઆતના દિવસે જ એડવાન્સ બુકિંગના નામે કુલ 21,000 ટિકિટ વેચી દીધી છે. નવાઇની વાત એ છે કે, ગઇકાલે શહેજાદાનું ટ્રેલર દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં કાર્તિક ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
ફિલ્મના કલેક્શન વિશે સુનીલ કડેલની આગાહી
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ સુનીલ કડેલના મતે ફિલ્મ 6થી 7 કરોડની રેન્જમાં ઓપન થઈ શકે છે.
અબ્બાસ દલાલે કાર્તિક અને કૃતિ સેનનની ફિલ્મ ‘શહેજાદા’ના વખાણ કર્યા છે. તેણે કાર્તિકને બોસ અને ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે.
કાર્તિક આર્યને ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફની વીડિયો શેર કર્યો છે.
તરણ આદર્શ અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી ફિલ્મની 11,400 ટિકિટો વેચાઈ હતી.
કાર્તિક આર્યનની ફિલ્મને સોશિયલ મીડિયા પર રિવ્યુ મળવા લાગ્યા છે. ઘણા લોકોએ ફિલ્મના વખાણ કર્યા છે. લોકો કહે છે કે કાર્તિકના અભિનયથી ફિલ્મમાં પ્રાણ ફુંકાયા છે. તો અભિનેતાના એક પ્રશંસકે એમ પણ કહ્યું કે, આ માણસ ઇતિહાસ બનાવવા માટે જ જન્મયો છે.
16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધીમાં, શેહઝાદાએ તેના પ્રથમ દિવસે ભારતમાં ત્રણ રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સ ચેઇનમાં 30,000 ટિકિટ વેચી છે. તેણે PVR પર 15,000 ટિકિટ, INOX પર 6,800 અને સિનેપોલિસ પર 4,800 ટિકિટ વેચી છે.