Karwa Chauth 2025 | હાલમાં દેશભરમાં કરવા ચોથ (Karwa Chauth) નો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે, અને આ એવો પ્રસંગ છે જ્યારે તેઓ પોતાને 16 શણગારોથી શણગારે છે. આ પ્રસંગે દરેક વ્યક્તિ મહેંદી લગાવે છે. જેમાં બોલીવુડ એકટ્રેસ પણ બાકી નથી.
કરવા ચોથ (Karwa Chauth) પર ન માત્ર સામાન્ય મહિલાઓ પરંતુ સ્ટાર-સ્ટડેડ અભિનેત્રીઓ પણ આવી જ ઈચ્છા રાખે છે. તાજતેરમાં કરવા ચોથ પહેલા એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના હાથ મહેંદીથી લગાવી છે.
પ્રિયંકા ચોપરા દરેક તહેવારને તેના વિદેશી સાસરિયાના ઘરે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. તો, તે કરવા ચોથને ખાસ બનાવવાનું કેવી રીતે ભૂલી શકે? પ્રિયંકા ચોપડાના કરવા ચોથની ઉજવણી શરૂ થઈ ગઈ છે, અને તેણે મહેંદી લગાવીને તેની તૈયારીઓ અને ઉજવણીઓ શરૂ કરી દીધી છે.
પ્રિયંકા ચોપરા કરવા ચોથ મહેંદી
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક સ્ટોરી શેર કરી છે, જેમાં તેની મહેંદીની ઝલક જોવા મળી રહી છે. પ્રિયંકાએ ડિઝાઇન સરળ રાખી હતી, પરંતુ એક વસ્તુએ તેની મહેંદીને ખાસ બનાવી હતી, પતિ નિક જોનાસનું નામ. પ્રિયંકાએ નિક જોનાસનું પૂરું નામ, નિકોલસ, તેની હથેળી પર મહેંદીમાં લખેલું હતું. ત્યારબાદ પીસીએ બીજો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં પ્રિયંકાએ બતાવ્યું કે તેની પુત્રી માલતીએ પણ તેના હાથમાં મહેંદી લગાવી હતી. એવું લાગે છે કે માલતીને પણ ડ્રેસિંગનો શોખ છે.