વિકી કૌશલે કેટરીના કૈફ સાથે એક તસવીર શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. કેટરિના સાથે સાંજની મજા માણી રહેલો વિકી બાલ્કનીમાં ઉભા રહીને દરિયાના આકર્ષક નજારાનો આનંદ માણી રહ્યો છે. બીજી તરફ, વિક્કી કૌશલે આ ફોટો શેર કરતાની સાથે જ ફેન્સે તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.
આ તસવીરમાં વિકી કેટરિનાને પ્રેમથી જોઈ રહ્યો છે. હવે તેના પર ફેન્સની ક્યૂટ અને લવલી કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે Aisi Biwi, ચા વિથ સનસેટ અને તમને બીજું શું જોઈએ છે. જ્યારે બીજાએ લખ્યું – અત્યાર સુધીનો શ્રેષ્ઠ ફોટો. તે જ સમયે, કેટરીના પણ હસી રહી છે અને વિકી તરફ જોઈ રહી છે. બંનેના ચહેરા પરનું સ્મિત તેમના વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.
વિકી કૌશલે શરે કરેલી તસવીર પર અર્જુન કપૂરે પણ કોમેન્ટ કરી છે. જેને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. અર્જુન કપૂરે કેટરીના અને વિકી કૌશલની તસવીર પર કોમેન્ટમાં લખ્યું કે, ‘ગુરૂ કેટરીના જિંદાબાદ’.
વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સારા અલી ખાન પણ છે. ત્યારે તેમના આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 50 કરોડનો આંકડો વટાવ્યો છે. જો કે આ ફિલ્મ સુપરહિટ થઇ નથી. કેટરિના કૈફ પાસે પણ ઘણી ફિલ્મો છે. પરંતુ સૌથી વધુ રાહ જોવાતી તેની સલમાન ખાન સાથેની ‘ટાઈગર 3’ છે.
વિકી કૌશલનો જન્મદિવસ 16 મેના રોજ હતો. આ અંગે જણાવતા અભિનેતાએ કહ્યું કે, મેં હંમેશની જેમ મારા મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. કેટરીના પણ આ ગ્રુપમાં જોડાઈ એટલે અમે બધાએ સાથે મળીને ઉજવણી કરી.વિક્કી કૌશલે વધુમાં જણાવ્યું કે, કેટરિના કૈફ પ્લાનિંગના મામલે તેમના કરતા ઘણી સારી છે. તે નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખે છે.





