/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-44.jpg)
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ ફાઇલ તસવીર
Katrina Kaif News : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કેટરીના કૈફ હાલ પોતાના 40માં બર્થડેની તૈયારી કરી રહી છે. કેટરીના કૈફ 16 જૂલાઇના રોજ પોતાનો જન્મદિવસ પતિ વિકી કૌશલ અને પરિવાર સાથે સેલિબ્રેટ કરશે. કેટરીના કૈફ પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે અંગત જીવનને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે.વિકી કૌશલ પહેલા કેટરીના કૈફ કોના પ્રેમમાં હતી તેમજ તેના અફેર્સ વિશે વાત કરીએ.
કેટરીના કૈફ અને સલમાન ખાન
કેટરીના કૈફ અને સલમાન ખાન પહેલીવાર ફિલ્મ 'મેને પ્યાર ક્યો કિયા'માં સાથે જોવા મળ્યા હતા. આ પછી તેઓ ઘણીવાર એકસાથે જોવા મળતા હતા. જે તેમના માટે સામાન્ય બની ગયું હતું. જો મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરીએ તો તે સમયે એવા સમાચાર હતા કે, ભાઇજાને કેટરીના કૈફને કરિયર બનાવવા માટે ઘણી મદદ કરી હતી. લાંબા સમય સુધી બંનેને સાથે જોતા એવું લાગી રહ્યું હતુ કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. પરંતુ અચાનક તેઓ અલગ થઇ ગયા. તેમના બ્રેક અપનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
કેટરીના કૈફ અને રણવીર કપૂર
કેટરીના -રણબીરના ઇશ્કની ચર્ચા તો ચારેતરફ થઇ રહી હતી. તેમનો પ્રેમાલાપ જગજાહેર હતો. કેટરીના-રણબીરનો રોમાંસ તેમની ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીથી શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, રણવીર કપૂરે કેટરીના માટે દીપિકા પાદુકોણને છોડી દીધી અને તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યો હતો. કેટરીનાએ તો રણબીર કપૂર સાથે લગ્ન કરવાનું સપનું પણ જોઇ લીધું હતુ. પરંતુ બંને વચ્ચે કંઇક એવું થયું જેને કારણે તેમનું બ્રેક અપ થઇ ગયું.
કેટરીના કૈફ અને અક્ષય કુમાર
એક સમયે કેટરીના કૈફ અને અક્ષય કુમારનું નામ પણ એકસાથે ચર્ચામાં આવ્યું હતું. કેટરીના કૈફ અને અક્ષય કુમારની જોડી પહેલીવાપ વિપુલ શાહની ફિલ્મ 'નમસ્તે લંડન'માં જોવા મળી હતી. જેમાં તેમની કેમેન્સ્ટ્રી ઘણી હદ સુધી સારી હતી. આ પછી બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ વચ્ચે તેઓ એકબીજાની નજીક આવ્યાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, અક્ષય કુમાર પહેલેથી જ પરિણીત હતા.
કેટરીના કૈફના જીવનમાં આટલા વ્યક્તિ આવ્યા પરંતુ તેની કિસ્મતમાં તે નહોતું. કહેવાય છે ને કે જે થાય તે સારા માટે થાય છે. તો આજે કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે સુંદર લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. કેટરીના કૈફ અને વિકી કૈશલ એકબીજા સાથે ઘણા ખુશ છે. તેમજ જીંદગીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો : Shahrukh khan Jawan : જવાનના એક્ટર શાહરૂખ ખાનનો બોડીગાર્ડ કોણ છે, કેટલો પગાર છે? જાણો
હાલમાં જ કેટરીના કૈફ અને વિકી કૈશલ ન્યૂયોર્ક સ્થિત ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરતા જોવા મળ્યા હતા. કેટરીના કૈફે મોજ મસ્તી કરતી કેટકલીક તસવીરો પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us