Katrina Kaif Birthday : કેટરિના કૈફ (Katrina Kaif) એક બ્રિટિશ એકટ્રેસ છે. જે ઘણા વર્ષોથી બૉલીવુડમાં તેની એકટિંગ માટે જાણીતી છે. આજે એકટ્રેસ કેટરીનાનો 41 મોં જન્મ દિવસ (Birthday) ઉજવી રહી છે. તેનો જન્મ 16 જુલાઈ 1983 માં બ્રિટિશ હોંગ કોંગમાં થયો હતો. તે ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. એકટ્રેસને ત્રણ ફિલ્મફેર નામાંકન ઉપરાંત ચાર સ્ક્રીન એવોર્ડ્સ અને ચાર ઝી સિને એવોર્ડ્સ મળ્યા છે.

કેટરીનાને લંડનમાં એક ફેશન શોમાં, ભારતીય ફિલ્મ નિર્માતા કૈઝાદ ગુસ્તાદે તેને ફિલ્મ બૂમ (2003) માં કાસ્ટ કરી હતી. જે ફિલ્મ ફ્લોપ રહી હતી. તેલુગુ ફિલ્મ મલ્લીસ્વરી (2004) માં દેખાયા બાદ કૈફે રોમેન્ટિક કોમેડીઝ મૈને પ્યાર ક્યું કિયા (2005) સાથે બોલિવૂડમાં સફળતા મેળવી હતી. ત્યારબાદ નમસ્તે લંડન (2007) માં જોવા મળી હતી. બોક્સ-ઓફિસમાં ઘણી હિટ ફિલ્મોમાં થોડી ઘણી સફળતા મળી હતી.
આ પણ વાંચો: ‘ફિર આઈ હસીન દિલરુબા’ નું ખતરનાક ટીઝર આઉટ, જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
થ્રિલર ન્યૂ યોર્ક (2009) અને રોમેન્ટિક કોમેડી મેરે બ્રધર કી દુલ્હન (2011)માં કૈફના અભિનયને વધુ સારી રીતે આવકારવામાં આવ્યો હતો, જેના કારણે એકટ્રેસને શ્રેષ્ઠ અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું . તેની કારકિર્દી અજબ પ્રેમ કી ગઝબ કહાની (2009), રાજનીતી (2010), અને ઝિંદગી ના મિલેગી દોબારા (2011) માં ભૂમિકાઓ સાથે આગળ વધી હતી. વર્ષ 2012 માં એક્શન થ્રિલર્સ એક થા ટાઈગર બાદ ધૂમ 3 (2013) માં સારી સફળતા મળ્યા બાદ અને બેંગ બેંગ! (2014), જે તે દાયકાની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની હતી.
કેટરીના કૈફ વારંવાર ભારતની સૌથી લોકપ્રિય અને આકર્ષક હસ્તીઓની યાદીમાં જોવા મળે છે. નિયમિત બ્રાન્ડ એન્ડોર્સર, તે 2019 માં તેની કોસ્મેટિક લાઇન કે બ્યુટી લોન્ચ કરી હતી. તે સ્ટેજ શોમાં ભાગ લે છે અને તેની માતાની ચેરિટી રિલીફ પ્રોજેક્ટ્સ ઇન્ડિયા સાથે સંકળાયેલી છે, જે વંચિત બાળકોને મદદ કરવા માટે કામ કરે છે.
એકટ્રેસના અંગત જીવનની વાત કરીયે તો કેટરીના કૈફએ વર્ષ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ફોર્ટ બરવાડાના સિક્સ સેન્સ રિસોર્ટમાં ટ્રેડિશનલ હિન્દુ ધાર્મિક વિધિ સાથે અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.
તાજતેરમાં વિક્કી કૌશલ તેની ફિલ્મ બેડ ન્યુઝના કારણે ખુબજ ચર્ચમાં છે, આ ફિલ્મનું સોન્ગ ‘તૌબા તૌબા’ ડાન્સ મૂવ્સચાહકોમાં ખુબજ પોપ્યુલર બન્યા છે, 2 અઠવાડિયા પહેલા રિલીઝ થયેલ સોન્ગ પર 60 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ પણ વાંચો: Anant Ambani- Radhika Merchant Reception : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રિસેપ્શન, સ્ટાર્સનો જમાવડો
વિકી કૌશલ અને કેટરીના કૈફમાંથી કોણ સારું ડાન્સર?
કેટરિના કૈફ તેના ડાન્સ માટે પણ ખુબજ જાણીતી છે. ઘણી ફિલ્મોમાં વારંવાર તેની કુશળતા દર્શાવી છે. હવે, આનાથી ઘણા લોકોમાં એક પ્રશ્ન છે, શું વિકી કેટરિના જેટલો સારો ડાન્સર છે? એક્ટર વિકી કૌશલ કહે છે ‘તેમની સરખામણી કરવી અયોગ્ય છે, હું કેટરીનાની પ્રતિભા સાથે મેળ ખાતો નથી. પરંતુ મને ખુશી છે કે ‘તૌબા તૌબા’ સોન્ગમાં મારો ડાન્સ કેટરીના પસંદ આવ્યો છે.’





