Katrina Kaif Birthday : બોલિવૂડનું લવેબલ કપ વિકી કૌશલ અને કેટરીના કૈફ ફરી એકવાર ચર્ચામાં છે. કેટરીના કૈફ આવતીકાલે 16 જુલાઇએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવશે. આ ખાસ પ્રસંગને વધુ યાદગાર અને આનંદદાયી બનાવવા માટે વિકી કેટરીના કૈફ બહાર જવા આજે રવાના થઇ ગયા છે. આજે સવારે આ કેટવિકી મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા છે.
વિકી કૌશલ અને કેટરીના કૈફને સાથે જોઇને ચાહકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ચાહકો આ જોઇને ખુબ જ સુંદર તેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલું જ નહીં તેના પ્રેમ પર વરસાવી રહ્યા છે. ચાહકો કેટરીના કૈફને 40માં જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી રહ્યા છે. મહત્વનું છે કે, કેટરીના કૈફ અને વિકી કૌશલે શાહી લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઇ માધોપુરમાં કર્યા હતા.ત્યારે હવે ચાહકો આ સુંદર કપલ ક્યારે માતા-પિતા બનશે તેની આતુરતાથી જોઇ રહ્યાં છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ જરા હટકે જરા બચકે ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સારા અલી ખાન જોવા મળી રહી છે. બીજી તરફ કેટરીના કૈફ સલમાન ખાન સાથે ‘ટાઇગર 3’તેમજ મેરી ક્રિસમસમાં માં લાંબા સમય બાદ જોવા મળશે.
કેટરીના કૈફ વિશે એક રોચક વાત એ પણ છે કે કેટરીના કૈફ એક સમયે મુંબઇ શહેર છોડીને જતી રહેવા માંગતી હતી. કેટરીના કૈફે જણાવ્યું હતું કે, તે નમસ્તે લંડનની નિષ્ફળતા નિશ્વિત હતી. તેથી જ કેટરીના કૈફ આ ફિલ્મની રિલીઝ પહેલા શહેર છોડીને જતી રહેવા માંગતી હતી. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, હું મારું બેગ પેક કરી રહી હતી અને નવા કરિયરની શોધ માટે જઇ રહી છું તેવો નિર્ણય લઇ લીધો હતો. આ સાથે કેટરીનાએ જણાવ્યું હતું કે, તે ફિલ્મની સ્ક્રીનિંગ બાદ શહેર છોડીને જવાની હતી. પરંતુ સ્થિતિ બદલાઇ ગઇ અને તેનું સ્વાગત કરાયું. કારણ કે ફિલ્મ સમીક્ષકો અને વ્યાવસાયિક ધોરણે મોટી હિટ થઇ.





