Katrina Kaif Pregnancy | વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફે (Katrina Kaif) સત્તાવાર રીતે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ચાહકો સ્પષ્ટપણે કેટરીનાને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકે છે. આ ફોટોમાં બંને સફેદ આઉટફિટ પહેરેલા દેખાય છે, અને વિકી કેટરીનાના બેબી બમ્પને પ્રેમથી હાથ મુકેલો પીઝ જોવા મળે છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફએ પ્રેગ્નેન્સી ન્યુઝ શેર કર્યા
વિકી કૌશલ અને કેટરિના કૈફ કપલે સોશિયલ મીડિયા એક ફોટો શેર કર્યો છે જેમાં હાર્ટવાર્મિંગ મેસેજ પણ લખ્યો છે, પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમારા જીવનના બેસ્ટ પ્રકરણની શરૂઆત કરવાના માર્ગ પર.
રણબીર કપૂરએ બેશરમમાં સોનાક્ષી સિંહા કેટરિના કૈફને કાસ્ટ કરવા વિનંતી કરી, શું હતું કારણ?
આ કપલ પોતાના પહેલા બાળકની અપેક્ષા રાખે છે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. સોમવારે સાંજે વિકી કૌશલે હોમબાઉન્ડના પ્રીમિયરમાં એકલા હાજરી આપી હતી, જેનાથી અફવાઓને વધુ વેગ મળ્યો હતો. હવે આ દંપતીએ આખરે ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં બાળક સ્વાગત કરશે. અહેવાલો અનુસાર, આ કપલ ઓક્ટોબરમાં તેમના બાળકનું સ્વાગત કરે તેવી અપેક્ષા છે.
કેટરીના કૈફના એક જૂના ઇન્ટરવ્યુમાં પરિવાર અને માતાપિતા પ્રત્યેના તેના વિચારોની ઝલક ફરી સામે આવી છે. 2019 માં ફિલ્મફેર સાથેની વાતચીતમાં, અભિનેત્રીએ તેના ઉછેર પર પ્રતિબિંબ પાડ્યો. તેના માતાપિતાના અલગ થયા પછી, તેની માતા સુઝાન ટર્કોટ દ્વારા ઉછરેલી, કેટરીનાએ કહ્યું “પિતાની ગેરહાજરીને કારણે એક ચોક્કસ શૂન્યાવકાશ સર્જાય છે અને કોઈપણ છોકરીને નબળાઈનો અનુભવ થાય છે. જ્યારે મારા બાળકો હોય છે, ત્યારે હું ઇચ્છું છું કે તેઓ બંને માતાપિતા સાથે રહેવાનો અનુભવ કરે.”