બોલિવૂડના પાવર કપલમાંથી એક કેટરીના કૈફ અને વિકી કૌશલ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યા છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ ન્યૂયોર્કમાં એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ટ્રિપની એક પછી એક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. વિકી અને કેટરિના ક્યારેક ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે તો ક્યારેક તે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે. આ વચ્ચે કેટરિના કૈફ અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
કેટરીના કૈફ અને વિકી કૈશલ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંને કૂલ અંદાજમાં જોવા મળ્યા હતા. આ સિવાય આ વિકી કૌશલ-કેટરિના કૈફનો એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક ફેન સાથે જોવા મળ્યા હતા.
વિકી કૌશલ અને કેટરિના કૈફની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે કેટરિના કૈફ ટાઈગર 3 માં જોવા મળશે. વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે શાહરુખ ખાનની ફિલ્મ ડંકીમાં મહત્તવપૂર્ણ રોલમાં જોવા મળવાનો છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે.