Katrina Kaif, Vicky Kaushal Welcome Baby Boy । બોલિવૂડના પ્રિય કપલ કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal0 શુક્રવાર, 7 નવેમ્બરના રોજ તેમના પહેલા બાળક, બેબી બોયના આગમનની સત્તાવાર જાહેરાત કરી છે. આ કપલેએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત શેર કરી છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલના ઘરે બેબી બોયનું આગમન
નવા માતાપિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ.
કેટરીના કૈફ પ્રેગ્નેન્સી જાહેરાત
23 સપ્ટેમ્બરના રોજ, કેટરિના અને વિકીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને ખુશખબર જાહેર કરી હતી. તેમણે લખ્યું: “આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમારા જીવનનો શ્રેષ્ઠ ચેપ્ટર શરૂ કરવાના માર્ગ પર છીએ.”
42 વર્ષની ઉંમરે કેટરિનાની પ્રેગ્નેન્સી પણ હેડલાઇન્સમાં આવી હતી જેનાથી ફરી એકવાર સાબિત થયું કે માતા બનવાની વાત આવે ત્યારે ઉંમર ફક્ત એક નંબર છે.
કેટરીના કૈફ વિકી કૌશલના લગ્ન
2021 માં લગ્નગ્રંથિથી જોડાયેલા કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુડના સૌથી પ્રિય કપલમાંના એક રહ્યા છે. તેમના બાળકની જાહેરાતથી ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, જે તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.





