મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન બાદ કેટરિના કૈફ ઑસ્ટ્રિયા પહોંચી, ફોટા કર્યા શેર

કેટરિના કૈફએ ઑસ્ટ્રિયાના હેલ્થ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં આરામ કરતી જોવા મળે છે. તેણે રિસોર્ટના ઘણા અદભુત ફોટા પણ શેર કર્યા છે.

કેટરિના કૈફએ ઑસ્ટ્રિયાના હેલ્થ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં આરામ કરતી જોવા મળે છે. તેણે રિસોર્ટના ઘણા અદભુત ફોટા પણ શેર કર્યા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Katrina Kaif

મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન બાદ કેટરિના કૈફ ઑસ્ટ્રિયા પહોંચી, ફોટા કર્યા શેર

અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) તાજતેરમાં સાસુમા સાથે મહાકુંભ 2025 માં પ્રયાગરાજમાં દર્શન માટે પહોંચી હતી જ્યાં તેણે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી જેના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. હવે એકટ્રેસના નવા ફોટોઝ સામે આવ્યા છે જેના પરથી લાગે છે કે તે કાયાકલ્પના મૂડમાં હોય તેવું લાગે છે. હવે અભિનેત્રીએ ઓસ્ટ્રિયા પહોંચી ગઈ છે જેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

Advertisment

કેટરિના કૈફ ફોટોઝ

પહેલા ફોટામાં, કેટરિના સ્વિમિંગ પુલમાં આરામ કરતી જોવા મળે છે. બીજા ફોટામાં તેણીએ કાળી કેપ અને ગ્રે રંગનું જેકેટ પહેર્યું છે, જેમાં બરફથી ઢંકાયેલા પર્વતો છે. તેણે રિસોર્ટના વધુ મનોહર ફોટા પણ શેર કર્યા છે.

કેટરિના કૈફે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “તે સમયે ફરીથી #mayrlifealtausse પર, આ સ્થળની અદ્ભુત શાંતિ અને સુંદરતા મને હંમેશા આશ્ચર્યચકિત કરે છે.. તળાવમાં બરફ પીગળવાના અવાજ સાથે અદભુત બરફથી ઢંકાયેલ પર્વત ચાલતા. સમય ખરેખર સ્થિર થઈ જાય છે અને મને હંમેશા શાંતિની ક્ષણો માણવા મળે છે જે ક્યારેક ક્યારેક અગમ્ય હોઈ શકે છે.. આટલી અદ્ભુત ટીમ જે તમને પરિવાર જેવો અનુભવ કરાવે છે અને ખરેખર પ્રતિભાશાળી….. એક સંપૂર્ણ રીસેટ.”

આ પણ વાંચો: મેરે હસબન્ડ કી બીવી ફ્લોપ કે હિટ? છ દિવસમાં આટલી કરી કમાણી

Advertisment

કેટરિનાની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક ચાહકે લખ્યું, “વિકી કૌશલ ગ્રહ પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે❤️” જ્યારે બીજા ચાહકે લખ્યું, “આંખો માટે ખરેખર એક ટ્રીટ .” “ઓહ ખૂબ જ સુંદર ❤️.'

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ