/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kartik-aryan-bhool-bhulaiya-3-.jpg)
કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3માં સૌથી મોટા ગીત સાથે એન્ટ્રી થશે, જાણો રિલીઝ ડેટ (ફોટો ઇન્ડિયન એક્સપ્રેસ)
Kartik Aaryan New Movie : બોલિવૂડનો ચોકલેટી બોય કાર્તિક આર્યન હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'ને કારણે સતત ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કાર્તિકે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. સૌપ્રથમ કાર્તિકે રૂહ બાબાના એન્ટ્રી સીનનું શૂટિંગ શરૂ કર્યું છે. જે અંગે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. તે બોલિવૂડમાં રેકોર્ડ હશે.
મળતી માહિતી અનુસાર,'ભૂલ ભૂલૈયા 3'માં કાર્તિક આર્યનની એન્ટ્રી એક ગીત દ્વારા થશે. આ ગીત હિન્દી સિનેમાના સૌથી મોટા ગીતોમાંનું એક હશે. મુંબઇના ફિલ્મસિટીમાં આ ગીત માટે ભવ્ય સેટ તૈયાર કરાયો છે.
ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બોલિવૂડના અત્યાર સુધીના સૌથી મોટા ગીતોમાંનું એક છે અને તેમાં 1,000 ડાન્સર્સે ભાગ લીધો હતો. કાર્તિક છેલ્લા બે અઠવાડિયાથી આના પર કામ કરી રહ્યો છે.'
ભૂલ ભૂલૈયા 3 દિવાળીના અવસર પર રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે. આ સિવાય વિદ્યા બાલન પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us